નાગરિક્તા સંશોધન કાયદા વિરૂદ્ધ વ્યાપક વિરોધ પ્રદર્શન વચ્ચે કોંગ્રેસે દિલ્હીના રાજઘાટમાં વિરોધ પ્રદર્શન આયોજિત કરવા ઉપરાંત સોમવારે કેટલાક રાજ્યોમાં શાંતિ માર્ચ નીકાળવાની યોજના બનાવી છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રવિવારે વિરોધ પ્રદર્શન પહેલા ટ્વીટ કરીને મોદી સરકારને આડેહાથ લીધી છે.
રાહુલ ગાંધીએ યુવાઓના નામે એક ટ્વીટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર આકરા પ્રહાર કરતા લખ્યું કે, મોદી અને શાહે તમારું ભવિષ્ય બરબાદ કરી દીધુ છે. તેઓ નોકરીઓ નથી આપી રહ્યા અને તેમણે અર્થ વ્યવસ્થાને જે નુક્સાન પહોંચાડ્યું છે. તેને લઈને તમારી નારાજગીનો સામનો નથી કરી શકતા. આજ કારણ છે કે, તેઓ આપણા વચ્ચે ભાગલા પાડી રહ્યા અને નફરત વચ્ચે છુપાઈ રહ્યાં છે. અમે તેમને તમામ ભારતીયો તરફથી પ્રેમથી જવાબ આપીને હરાવી શકીએ છીએ.
કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે શનિવારે જણાવ્યું હતું કે, ભાજપે સરકારની હાલની નીતિથી સમગ્ર દેશમાં વ્યાપક અસંતોષ છે. ખાસ કરીને યુવાનોમાં. તેમણે બંધારણ દ્વારા પ્રાપ્ત અધિકારોને બચાવવા માટે સંઘર્ષ કરવા માટે આહ્વાન કર્યું છે.