ગુજરાત નહીં દિલ્હીમાં પણ કોંગ્રેસમાં ઘમાસાણ ચાલી રહ્યું છે. રાહુલ ગાંધીની રાજીનામાની ઓફર બાદ કોંગ્રેસ સેનાપતિ વગરની થઈ ગઈ હોય તેમ લાગી રહ્યુ છે. ગુજરાતમાં પણ હાલમાં એક સાંધે ત્યાં 13 તૂટે તેવો ઘાટ છે. ભાજપ રાજ્યસભાની 2 સીટ માટે તડજોડની નીતિ અપનાવી રહી છે. આ સ્થિતિ વચ્ચે કોંગ્રેસના અમરેલીના ઉમેદવાર પરેશ ધાનાણીએ હાર બાદ વિપક્ષના પદ પરથી રાજીનામું આપી દીધું છે. જોકે, પરેશ ધાનાણીના રાજીનામાની ઓફરને હજુ સુધી પક્ષે સ્વીકારી ન હોવાનું સૂત્રો કહી રહ્યાં છે.
ચૂંટણીમાં નારણ કાછડિયા સામે ધાનાણીનો કારમો પરાજય થયો હતો. પરેશ ધાનાણીએ વિપક્ષના નેતા પદ પરથી રાજીનામુ આપીને યુવા ચહેરાને વિપક્ષના નેતા બનાવવા માટે રજૂઆત કરી છે. દેશમાં 7 રાજ્યોના પ્રદેશ પ્રમુખ રાજીનામાની ઓફર આપી ચૂક્યા છે