બિહાર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અને લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવને બંગલાના વિવાદમાં સુપ્રીમ કોર્ટે આકરો ઝાટકો આપ્યો છે.
કોર્ટે લાલુ પુત્રની અરજી ફગાવી દીધી છે અને સાથે સાથે 50000 રુપિયા દંડ પણ ફટકાર્યો છે. વાત એમ છે કે બિહારમાં નિતિશ કુમારે ભાજપ સાથે ગઠબંધન કરીને સરકાર બનાવ્યા બાદ ઉપમુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપનારા તેજસ્વી યાદવને તેમને ડેપ્યુટી સીએમ તરીકે મળેલો બંગલો ખાલી કરવાનો આદેશ આપ્યો હતો.જોકે યાદવે તેની સામે પટણા હાઈકોર્ટમાં અરજી કરી હતી.
જોકે હાઈકોર્ટે અરજી ફગાવ્યા બાદ તેજસ્વી યાદવ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા.જોકે સુપ્રીમ કોર્ટે પણ તેમને બંગલાના મામલે કોઈ રાહત આપી નથી.ઉલ્ટાનુ તેમના પર 50000 રુપિયા દંડ ફટકાર્યો છે.