મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનાં ચીફ રાજ ઠાકરે વડાપ્રધાન મોદી દ્વારા સમાચાર સંસ્થા એએનઆઈને આપેલી નવા વર્ષના પ્રથમ દિવસના ઈન્ટરવ્યુ અંગે બનાવેલા કાર્ટુને સોશિયલ મીડિયામાં ધુમ મચાવી છે. રાજ ઠાકરેએ કાર્ટુનને સોશિયલ મીડિયા પર પબ્લીશ કરતાં જ અસંખ્ય લાઈક અને શેર મળી રહ્યા છે. કોંગ્રેસે પીએમ મોદીના ઈન્ટરવ્યુને મોનોલોગ(એક પાત્રીય) ગણાવ્યું હતું.
પીએમ મોદીએ ઈન્ટરવ્યુમાં કોંગ્રેસ અને ખાસ કરીને સોનિયા ગાંધી-રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા. કોંગ્રેસના બન્ને નેતાને પીએમ મોદીએ જામીન પર મૂક્ત થયેલા આરોપી ગણાવ્યા હતા. રામ મંદિર અંગે વટહુકમ બહાર પાડવાની સંભાવનાનો સીધો છેદ ઉડાડી દીધો હતો. નોટબંધી અને એવાં બધા તમામ પાસાઓ પર તેમણે પોતાન સરકારનો બચાવ કર્યો હતો.
રાજ ઠાકરેના કાર્ટુનની ઝલક…