વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસીય કર્ણાટકના પ્રવાસ પર રહેશે. અહીં પીએમને કેટલાક મોટો કાર્યક્રમમાં ભાગ લેશે. વડાપ્રધાન આજે તુમકુમમાં શ્રી સિદ્ધગંગા મઠ જશે, ત્યાં તેઓ એક જનસભાને સંબોધિત કરશે. તે ઉપરાંત પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાનો ત્રીજો હપ્તો પણ ખેડૂતોને આપવામાં આવશે. ત્રણ જાન્યુઆરીએ પીએમ ભારતીય રાષ્ટ્રપતિમાં ઉપસ્થિત રહેશે.
બે જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કર્ણટાકના તુમકુમમાં રહેશે. તુમકુમમાં પીએમ મોદી શ્રી સિદ્ધગંગા મઠમાં એક મ્યૂઝિમનું ખાતમુર્હૂત કરશે. તે ઉપરાંત તેઓ એક જનસભાને પણ અહીં સંબોધિત કરશે. અહી કેટલાક રાજ્યોને કૃષિ સમ્માન એવોર્ડ અને પ્રશસ્તિ પત્રથી સન્માનિત કરશે. અહીં વડાપ્રધાન પ્રગતિશીલ ખેડૂતોને કૃષિ મંત્રીના કૃષિ સમ્માન એવોર્ડ એનાયત કરીને સન્માનિત કરશે.