BJP ભાજપમાં ઉછરતી ગુનાખોરી અને અપરાધિક પ્રવૃત્તિઓ
દિલીપ પટેલ
BJP ભાજપ ગુજરાતમાં 40 વર્ષથી સ્થાનિક સ્વરાજ્યની અને સરકારમાં 1995થી 23 વર્ષથી સત્તા પર છે. જે કોંગ્રેસે ગુજરાતમાં શાસન કર્યું તેના કરતાં પણ વધુ વર્ષો થઈ ગયા છે. કોંગ્રેસ 22 વર્ષ સુધી સરકારમાં રહી હતી. ભાજપને 33 વર્ષનો સમય થઈ ગયો છે. સત્તામાં રહીને ભાજપમાં હવે કોંગ્રેસ કરતાં પણ વધુ સામાજિક, આર્થિક, રાજકીય સડો પેસી ગયો છે. ભાજપ હવે સડેલી કેરી જેવો બની ગયો છે. એક કેરી સડે તે બીજીને બગાડે એવી હાલત થઈ ગઈ છે.
ગોંલડમાં ગુનાખોરી, ગીર સોમનાથ, સૂત્રાપાડા, વડોદરા, સુરત, અમદાવાદ જેવા શહેરોમાં ભાજપના ગુંડાઓ ફૂલ્યા ફાલ્યા છે. જેમાં ભાજપના જ નેતાઓ આત્ય હત્યા કે હત્યા કરી રહ્યાં છે.
યુવા મોરચામાં રહેલા યુવાનો તમામ મર્યાદા પાર કરી લીધી છે. અનેક એવા બનાવો બન્યા છે કે જેમાં ભાજપના યુવાનો માફિયાની માફક વર્તી રહ્યા છે. ભાજપના યુવાનો હવે તમામ હદ પાર કરી દીધી છે. ભાજપ યુવા મોરચાના નેતાઓની કાળી કરતૂતોને લીધે ભાજપની ઇમેજ ખરડાઈ છે. ભાજપના યુવા મોરચા – BJYMના યુવાનો શું કરી રહ્યા છે તે જાણવું હવે જરૂરી બની ગયું છે તેમ જણાવીને ભાજપના એક પ્રામાણિક નેતાએ ચોંકાવનારી વિગતો મોકલાવી છે. જે ગુજરાતના રાજકારણમાં યુવાનો કઈ તરફ જઈ રહ્યાં છે તે બતાવે છે.
ભાજપના નેતાની રિવોલવરથી પુત્રનો આપઘાત
11 મે 2025ના રોજ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા નપાના પૂર્વ પ્રમુખ અને ભાજપ નેતા પેથા મૂળુ પતાણી – પી.એમ.પતાણીના 22 વર્ષના પુત્ર વિજયએ ઘરમાં રિવોલ્વરથી ગોળી મારીને આપઘાત કર્યો હતો. ક્યા કારણથી આત્મહત્યા કરી? તે રહસ્ય હજુ ખોલ્યું નથી. તે અમદાવાદમાં અભ્યાસ પુરો કરીને ઘરે આવ્યો હતો.
આપઘાત કરવાનું રહસ્ય અકબંધ છે. પિતાની લાયસન્સ વાળા રિવોલ્વરથી આપઘાત કર્યો. વિજયના ઓરડામાંથી તેના પિતા પી.એમ. ગઢવીની પરવાના વાળી વાળી રિવોલ્વર મળી આવી.
રાત્રે આ યુવાન પોતાના ઘરે ઓરડામાં સુવા ગયા પછી આજે સવારે જ્યારે તેમના પરિવારે ઓરડાનું બારણું ખોલતા વિજય છાતી માં ગોળી મારેલી હાલતમાં જોવા મળ્યો હતો. મોડી રાત્રિ અથવા આજે વહેલી સવારે વિજયે પોતાની છાતીમાં ગોળી મારી લઈ આત્મહત્યા કરી લીધાનું પ્રાથમિક તારણ. એવું પણ માનવામા આવે છે કે, ઘરમાં પરિવાર હતો તે દરમિયાન અચાનક ફાયરિંગ થયું હતું. વહેલી સવારે ચઢતા પહોરે આશરે પાંચેક વાગ્યાના સમયે થયું હોવાનું પણ એક નિવેદન છે.
પોલીસે માતા-પિતાના નિવેદન લીધા હતા. તેમજ મૃતક વિજયનો ફોન તપાસ માટે જપ્ત કર્યો હતો.
નાની ઉંમરમાં આપઘાત કરી લેતા અનેક રહસ્ય હોવાનું માનવામાં આવે છે. પિતાની રિવોલ્વર પુત્ર સાથે કઈ રીતે ગઈ? વહેલી સવારે પોતાના ઓરડામાં પિતાની લાયસન્સવાળી રિવોલ્વરમાંથી છાતીમાં ગોળી ધરબી લઈ કોઈ અકળ કારણથી આત્મહત્યા કરી લીધી હતી.
ખંભાળિયાના મિલન ચાર રસ્તા વિસ્તારના રહીશ અને હાલ અત્રે દ્વારકા રોડ પર આવેલા ખોડીયાર મંદિર નજીક વાડી ધરાવતા વિજય માટે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો.
ગઢવી સમાજના મૃતક સહિત પી.એમ. ગઢવીને ત્રણ સંતાન છે જેમાં વિજય સૌથી મોટો પુત્ર હતો. બે જોડિયા પુત્ર સહિત ત્રણ સંતાનો અને પરિવારજનો સાથે ગતરાત્રે વાળું-પાણી કરી, પરિવાર સાથે વાતો કરીને સુતા હતા. વિજય પતાણી (ગઢવી) અમદાવાદ ખાતે તાજેતરમાં ઉચ્ચ અભ્યાસ કરીને અહીં પરત આવ્યો હતો.
ભાજપના આપઘાત કેમ વધી ગયા
સુરત
સુરતના વોર્ડ નંબર 30ના ભાજપ મહિલા મોરચા પ્રમુખ 34 વર્ષની દીપિકા પટેલે ઘરમાં ગળે ફાંસો લગાવીને આપઘાત કરી લીધો હતો. જેનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. 3 પોલીસ ઇન્સ્પેકટર પાસેથી તપાસ લઈ લેવામાં આવી હતી.
પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી હતી.
પરિવારમાં બે દીકરા અને એક દીકરી છે
સુરતના અલથાણના ભીમરાડ ગામ ખાતે આવેલા બ્રાહ્મણ ફળિયામાં રહેતાં પરિવારમાં બે દીકરા અને એક દીકરી છે. પતિ ખેતી કામ કરે છે અને દીપિકાબેન સક્રિય રીતે ભાજપ સાથે જોડાયેલા છે. હાલ દીપિકાબેન વોર્ડ નંબર 30ના મહિલા મોરચાના પ્રમુખ હતી.
ફાંસો ખાધો હતો પણ ત્યાં કોઈ દોરડું કે કોઇપણ દુપટ્ટો ન હતો. પરિવારજનોમાંથી તેમના બાળકો ઘરે હતા. તેમના પતિ ખેતરે હતા. રૂમમાં માત્ર સચિન વિસ્તારના કોર્પોરેટર ચિરાગ અને અન્ય એક શખ્સ આકાશ કરીને હાજર હતો.
ચિરાગે પોલીસને બોલાવી નહોતી. તેમણે ફાંસો ખાધેલી હાલતમાંથી દીપિકાબેનને નીચે ઉતાર્યા હતા. તેમનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોય તેવી કુટુંબને શંકા હતી.
આણંદ મોડેલનું મોત
21 માર્ચ 2025માં આણંદ જિલ્લામાં લાંભવેલની નહેરમાંથી રિદ્ધિ સુથાર નામની યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. રિદ્ધિ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર હતી. તેણે બોરીયાવી નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ તથા ભાજપ નેતા રૂષિના પટેલ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ દંપતીને દોઢ વર્ષનું એક બાળક પણ હતું. મૃત્યુ આત્મહત્યા છે કે હત્યા તેની શંકા આજ સુધી રહી હતી. પતિની રાજકીય પૃષ્ઠભૂમિને કારણે આ ઘટનાનો વિવાદ હતો. આણંદના આસપાસના વિસ્તારમાં પ્રસિદ્ધ હતી. પછી તેનું ઈન્સ્ટાગ્રામ પેજ એકાએક અદ્રશ્ય કરી દેવામાં આવ્યું હતું. વડાપ્રધાન કચેરી સુધી મામલો લઈ જવાયો હતો. કંઈ ન થયું.
ધોરાજી
ધોરાજી નગરપાલિકા પ્રમુખ અને મોડેલ રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકા પ્રમુખ સંગીતા બારોટે ફક્ત 13 જ દિવસમાં પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું. નગરપાલિકાના પ્રમુખ બન્યા બાદ તેમનો દારૂની બોટલ સાથેનો વીડિયો તેમજ હુક્કો ફૂંકવાનો વીડિયો વાઈરલ થયો હતો. આ સિવાય મીડિયા સાથેની વાતચીતમાં તેમને રાજ્યના મુખ્યમંત્રી કોણ છે તે વિશે પણ ખબર નહતી.
સુરત
10 માર્ચ 2024માં સુરતા ઉના ઉન વિસ્તારમાં ભાજપના નેતા, લઘુમતી મોરચાના મહામંત્રી સલીમની હત્યા બરતરફ રોનક હિરાણીએ કરી દીધી હતી. પોતાની વેવાણ મુદ્દે વિવાદાસ્પદ પોસ્ટ મુદ્દે સમજાવવા ગયા હતા. પરંતુ એએસઆઈએ ભાજપના નેતાને મુક્કો મારતા તેમની લીવર અને કિડની ફાટી ગઈ હતી. જેથી સારવાર બાદ તેમનું મોત નિપજ્યું હતું. સસ્પેન્ડેડ પોલીસ રોનક હિરાણીએ ફેસબુક પર મૃતકના વેવાણને લઈને પોસ્ટ લખી હતી. જેથી સલીમભાઈ અને તેમનો પુત્ર સસ્પેન્ડેડ પોલીસ ઘરે તેને સમજાવવા ગયા હતા. ભાઈની પત્ની સાથે રોહક લિવ ઇન રિલેશનમાં રહે છે. એએસઆઈ રોનક હિરાણી તાજેતરમાં સેલવાસથી દારૂની ખેપ મારતા ઝડપાયો હતો. જેના બાદ રોનકની ભેસ્તાન પોલીસે ધરપકડ કરી હતી.
ભેસાણ
14 માર્ચ 2024માં ભેસાણ તાલુકાના ગલથ ખાતે રહેતા સરપંચ અને તાલુકા ભાજપના મંત્રી વિનુભાઈ કેશુભાઈ ડોબરીયા (59)ની ગામ નજીક લોહીલુહાણ હાલતમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.
વાપીમાં ભાજપના નેતાની હત્યા
8 મે 2023માં વાપીમાં પત્ની સાથે મંદિર ગયેલા ભાજપ નેતાની ગોળી મારીને હત્યા કરાઈ હતી. ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલ હતા. બાઇક પર આવેલા બે શખ્સોએ તેમના પર હુમલો કર્યો હતો. પરિવારજનોએ જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. રાતા ગામના મંદિરમાં દર્શન કરવા ગયા હતા.
શૈલેષ પટેલ પર હુમલો થયો, ત્યારે મંદિરના પૂજારી જિતુ પટેલ પણ હાજર હતા. પત્ની મંદિરમાં અંદર ગયા હતા અને શૈલેષ પટેલ કારમાં બેઠા હતા. લગ્નમાં ફૂટે કેમ ફટાકડા ફૂટવાનો અવાજ સંભળાયો. થોડીવારમાં શૈલેષના પત્ની બહાર ગયા અને પતિ ઢળી પડેલા હતા. તેમણે ચીસો પાડી હતી. ઘટનાસ્થળેથી એક ખાલી કાર્ટ્રિજ મળી આવ્યું હતું. હથિયારનો ઉપયોગ થયો હતો. હત્યા અગાઉની અદાવતના કારણે કરવામાં આવી હોવાની શંકા હતી.
ભાઈનો આરોપ
શૈલેષ પટેલના ભાઈ રજનીભાઈ પટેલને તેમના પત્નીએ તેમને ફોન કર્યો હતો અને તેઓ તાત્કાલિક મંદિરે પહોંચ્યા હતા. બે લોકોને ભાગતા જોયા હતા. નજીકમાં એક ગાડીમાં પણ બે લોકો બેઠા હતા. વાપીમાં જ રહેતા કેટલાક લોકોએ આ હત્યા કરી હતી. લોકોએ અગાઉ 2013માં પણ શૈલેષભાઈ સાથે ઝઘડો કર્યો હતો અને તે સમયે બંને પક્ષો વચ્ચે મારામારી પણ થઈ હતી. 2014માં પણ એ જ લોકોએ ગોળીબાર કર્યો હોવાનો આક્ષેપ રજનીએ કર્યો હતો.
મૃતકના પરિવારજનોએ આ મામલે મૃતક શૈલેષ પટેલ નાજ ગામ કોચરવાના અન્ય એક પરિવારના પાંચ સભ્યો વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરી હતી.
તપાસમાં બહાર આવ્યું
આડેધડ ગોળી ધરબી શૂટર ફરાર થઇ ગયા હતા,અંગત અદાવતમાં વાપી કોચરવાના શરદ ઉર્ફે સદિયાએ 19 લાખ આપી હત્યા કરાવી હતી. બે પરિવારો વચ્ચે 10 વર્ષ અગાઉ ખેલાયેલા લોહિયાળ જંગનો બદલો લેવા જે હત્યાકાંડ ખેલાયો તે પોલીસ માટે પડકાર બન્યો હતો. 5 આરોપીઓ શરદ ઉર્ફે સદીઓ દયાળ પટેલ, વિપુલ ઈશ્વર પટેલ, મિતેશ ઈશ્વર પટેલ, અજય સુમન ગામીત અને સત્યેન્દ્રસિંગ ઉર્ફે સોનુની ધરપકડ કરી હતી.
આરોપીઓ ડિસેમ્બર 2022 થી 10 મી જાન્યુઆરી 2023 સુધી દમણમાં જ રોકાયા હતા. રેકી કરી હતી. આરોપીઓએ સોપારી આપી હતી. એક વર્ષ અગાઉ સફળતા ન મળતા શાર્પ શૂટર વતન પરત ફરી ગયા હતા. ફરી પાછા શૈલેષ પટેલની હત્યા કરવા વાપી પહોંચ્યા હતા.
10 વર્ષ પહેલા શું બન્યું હતું ?
મૃતક શૈલેષ પટેલના પરિવાર અને તેમના જ ગામ કોચરવાના અન્ય એક પરિવાર સાથે છેલ્લા 10 વર્ષથી ઝઘડો ચાલ્યો આવતો હતો. એક વર્ષ અગાઉ સદીયો પટેલ દમણમાં યુપી ની એક કોન્ટ્રાક્ટ કિલર ગેંગને શૈલેષ પટેલની હત્યા માટે રૂપિયા 19 લાખ ની સોપારી આપી હતી.
બાઈક પર ત્રણ આરોપીઓ વાપીથી નાસિક સુધી પહોંચ્યા હતા. મહારાષ્ટ્રમાં એક આરોપી બાઇક પરથી ઉતરી ગયો હતો. બાકીના બે આરોપીઓ બાઈક પર મધ્યપ્રદેશ અને પોતાના વતન સુધી પહોંચ્યા હતા.
1600 કિલોમીટર જેટલા વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે આરોપીઓ પકડાયા હતા.
ગોરધન ઝડફિયા
ભાજપના નેતા ગોરધન ઝડફિયાની હત્યાનું કાવતરું ઘડવામાં કોર્ટે 27 નવેમ્બર 2024માં 5 વર્ષની સજા કરી હતી. છોટા શકીલના કહેવાથી ગોરધન ઝડફિયાની હત્યા કરવા માટે આવેલા હતા. 2020માં ગુનો નોંધાયા બાદ 2024માં ચુકાદો આવ્યો હતો.
દમણ
લોકસભાની ચૂંટણી પૂરી થતાં જ દમણમાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખ નેતા વિકી કાશી ની 10 મે 2024માં કરપીણ હત્યા કરાઈ હતી. બોરાજીવ શેરીમાં રહેતો વિક્કી કાશી ટંડેલ લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયો હતો. દમણ માછી સમાજના યુવા નેતા હતો. પક્ષપલટો કરીને આવેલા આ નેતાને ભાજપે તેમને તુરંત પ્રદેશ ઉપપ્રમુખ બનાવ્યો હતો. લંડનથી આવીને તેના ભાઈએ જ પતાવી દીધો હતો.
અમરેલી
અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ મંત્રી અને ધારી તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય મધુબેન જોશીની 16 નવેમ્બર 2023માં હત્યા કરી નાખવામાં આવી હતી. ફટાકડા ફોડવાની માથાકૂટમાં હત્યા થઈ છે. મધુબેન જોશી અને તેમના પુત્ર પર પાડોશીએ હુમલો કર્યો હતો. મધુબેનનો પુત્ર રવિ જોશી પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
લિલિયા
અમરેલી જિલ્લાના લિલિયા તાલુકાના ગુંદરણ ગામે વિશ્વહિન્દુ પરિષદના લીલીયા તાલુકાના પ્રમુખ અજીત ખુમાણ અને ભાજપના તાલુકા મંત્રી ભરત ખુમાણની હત્યાના કેસમાં 30-11-2013ના રોજ હત્યા થઈ હતી. જેમાં સાવરકુંડલાની સેસન્સ અદાલતે 0 આરોપીઓ પૈકીના 9 આરોપીઓને આજીવન કેદની સજા કરી હતી. ગુંદરણ ગામમાં સરકારી ગોડાઉન પાસે નવા ગોડાઉનનું બાંધકામ ચાલુ હતું ત્યાં ઘટના બની હતી.
પાલનપુર
17 નવેમ્બર 2024માં પાલનપુરની ઉમિયા બી એડ કોલેજને હડપ કરવાના મામલે વડી અલાદત દ્વારા બનાસકાંઠા જિલ્લાના ભાજપના નેતા સામે છેતરપિંડી અને ઠગાઇની એફઆઇઆર નોંધવા માટે આદેશ કર્યો હતો.
બનાસકાંઠા જિલ્લા ભાજપના મોટા નેતા ગણાતા અને અરવલ્લી જિલ્લા ભાજપના પ્રભારી ગિરીશ જેઠાભાઇ જગાણીયા સામે પાલનપુરની ઉમિયા બીએડ કોલેજ પચાવી પાડવા અંગે ડૉ. ભરતભાઈ બેચરભાઈ બાન્ટિયાએ પાલનપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ભાજપના નેતા ગિરીશ જગાણીયા સામે રૂ. 60 લાખની છેતરપિંડી અને ઠગાઇની ફરિયાદ નોંધી હતી.
સાયલા
ડિસેમ્બર 2021માં સાયલા તાલુકાના ભાજપા નેતા કિસાન મોરચાના પ્રમુખ ખેંગાર રબારીની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. 15 શખ્સોએ તીક્ષ્ણ હથિરાથી હુમલો તેમજ 3-4 વાર રાઉન્ડ ફાયરિંગ કરી હતી. ગંભીર ઈજાગ્રસ્ત ખેંગારભાઈ રબારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ત્યાં તેમની મોત થયુ હતું.
વડોદરા
2024માં વડોદરામાં ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્ર તપન પરમારની હત્યા કરી નાખવામાં આવી હતી. શહેરના નાગરવાડામાં બાબર પઠાણ અને તપન પરમારના મિત્રો વચ્ચે ઝઘડો થયો હતો. બાબર પઠાણે તપનના મિત્રોને છરીના ઘા મારતા સારવાર માટે સયાજી હોસ્પિટલ લવાયા હતા, જ્યાં તપન સયાજી હોસ્પિટલ બહાર ઊભો હતો ત્યાં બાબર પઠાણ પહોંચી જતા બંને વચ્ચે માથાકૂટ થઈ હતી. બાબર પઠાણે તપનને છરીના ઘા માર્યા હતા. સમગ્ર મામલે પોલીસે આરોપી બાબર પઠાણને ઝડપી પાડ્યો હતો. આરોપીને લઈ જતી પોલીસ વાન પર ટોળાંએ પથ્થરમારો કર્યો હતો. આરોપીને મારવા લોકો દોડતા પોલીસ પહોંચી ગયા હતા. કારેલી બાગ પોલીસ સ્ટેશનના સેકન્ડ PI, PSI સહિત 10 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
દાહોદ – રાજકીય હત્યા
27 ડિસેમ્બર 2020માં ઝાલોદમાં મોર્નિંગ વોક પર નીકળેલા ભાજપ કાઉન્સીલર હિરેન પટેલની હત્યા કરી દેવામાં આવી હતી. વાહન ચાલકે ટક્કર મારી હતી જેમાં તેમનું મૃત્યુ થયું હતું. તેમના પુત્ર પંથ પટેલ દ્વારા પિતાનું અકસ્માતમાં મોત નહીં પરંતુ તેમની રાજકીય અદાવત રાખી હત્યા કરી નાખવામાં આવી હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. કોન્ટ્રાકટ કિલિંગની શંકા પર 6 આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં ઝાલોદના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભાવેશ કટારાના ભાઈ અને દાહોદના પૂર્વ સાંસદ બાબુભાઈ કટારાના પુત્ર અમિત કટારાની ધરપકડ કરી હતી. અમિત કટારા, ઇમરાન ગુડાલા સહિત તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. ઝાલોદના BJPનાં કાઉન્સિલરની હત્યાના આરોપી આ ચુકાદા બાદ 4 વર્ષનાં જેલવાસમાંથી 2024માં નિર્દોષ છૂટ્યા હતા.
ઝાલોદના ભાજપના કાઉન્સિલર અને પૂર્વ ઉપપ્રમુખ હિરેન પટેલની હત્યા રાજકીય કારણોસર 2020માં થઈ હતી. હિરેન પટેલની હત્યા કરાવવા 4 લાખ રૂપિયાની સોપારી આપી હતી. મોર્નિંગ વોક માટે નીકળેલા હિરેન પટેલને રસ્તા પર વાહને ટક્કર મારી પતાવી દીધા હતા. આરોપી ઈમરાને અમિત કટારાના કહેવાથી હત્યા માટે સોપારી આપી હોવાનો ખુલાસો થયો હતો. અમિત કટારા કોંગ્રેસ MLA ભાવેશ કટારા અને પૂર્વ સાંસદ બાબુ કટારાના પુત્ર અમિત કટારા છે. પછી નગરપાલિકાના 15 કાઉન્સિલરોએ રક્ષણની માંગણી કરી હતી.
મહીસાગરમાં હત્યા
મહીસાગર જિલ્લાના લુણાવાડાના ગોલાના પાલ્લા ગામમાં રહેતા મહીસાગર જિલ્લા ભાજપના કારોબારી સભ્ય ત્રિભોવનદાસ પંચાલ(ઉ.77) અને તેમનાં પત્ની જશોદાબેન પંચાલ(ઉ.70)ની હત્યા કરવામાં આવી હતી. સવારે દૂધ ભરવા માટે જતા લોકોએ કમ્પાઉન્ડમાં ખુલ્લામાં લોહીલુહાણ હાલતમાં મૃતદેહ હતા.
મહીસાગર પોલીસે આરોપી ભીખાભાઇ પટેલની ધરપકડ કરી હતી. ડબલ મર્ડર કેસમાં ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ તપાસના આદેશ આપ્યા હતા.
વડોદરા
મે 2024માં બાળ લગ્ન અટકાવતા વડોદરા ભાજપ નેતા અને સામાજિક કાર્યકર ગોપાલ ચુનારાનું મોત નીપજ્યું હતું. બે આરોપીએ તેમના પર જીવલેણ હુમલો કરતાં છેલ્લા કેટલાક દિવસોથી તેમની સારવાર ચાલી રહી હતી. 2 આરોપીઓની ધરપકડ કરી હતી. ગોપાલ ચુનારા સયાજી હોસ્પિટલ સામે ક્રાઇમ બ્રાન્ચની કચેરીમાંથી પંચ તરીકે સહી કરીને નીકળ્યા હતા તે સમયે હુમલાખોરોએ હુમલો કર્યો હતો.
તળાજા
6 વર્ષ પહેલાં ભાવનગરના તળાજામાં ભાજપના નેતા અને નગરપાલિકાના પૂર્વ ઉપ પ્રમુખની નસીબ ખાન પઠાણની ચાર લોકોએ હત્યા કરી નાખી હતી. નસીબ ખાન પુત્ર ભાવનગર એક મોલમાં ગયો હતો ત્યારે કેટલાક ઈસમોએ તેને ધમકી આપી હતી કે તને અને તારા બાપને ખતમ કરી દઈશું.
કચ્છ
2019માં કચ્છ અબડાસાના પૂર્વ ધારાસભ્ય, ભાજપના ઉપપ્રમુખ અને નરેન્દ્ર મોદીના ખાસ નેતા જયંતિ ભાનુશાલીની ચાલતી ટ્રેનમાં ગોળી ધરબીને હત્યા કરી નાખવામાં આવી હતી. હત્યા કેસમાં મનીષા ગોસ્વામીના જામીન સર્વોચ્ચ અદાલતે મંજૂર કર્યા હતા. મુખ્ય આરોપી મનીષા ગોસ્વામી જયંતી ભાનુશાળીની હનીટ્રેપ સ્કીમમાં ભાગીદાર હતી. હત્યામાં ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ જેલમાં છે. અગાઉ જેન્તી ઠક્કરને ગુજરાત વડી અદાલતે જામીન આપ્યા હતા.
રાજકોટ
26 નવેમ્બર 2024માં રાજકોટમાં ભાજપના નેતા, રાજકોટમાં પૂર્વ કોર્પોરેટર અને પાટીદાર અગ્રણી જયંતીભાઈ સરધારા પર જૂનાગઢના પર હુમલો કરવાના કારણે ફોજદાર સંજય પાદરીયા સામે હત્યાના પ્રયાસની પોલીસ ફરિયાદ થઈ હતી.
દમણ
દમણમાં ભાજપના નેતા સલીમ મેમણની સાત ગોળી મારીને 2020માં હત્યા કરી દેવામાં આવી હતી.
દાદરા
23 ફેબ્રુઆરી 2021ના રોજ દાદરા અને નગર હવેલીના અપક્ષ સાંસદ મોહન સાંજી ડેલકરે મુંબઈના મરીન ડ્રાઇવ ખાતેની એક હોટલમાં આત્મહત્યા કરી હોવાની ચિઠ્ઠી મળી હતી પણ તે હત્યા હોવાના આરોપ તેમને કુટુંબ દ્વારા મૂકવામાં આવ્યા હતા. નરેન્દ્ર મોદીની સરકારની તેઓ આકરી ટીકા સંસદમાં કરી રહ્યા હતા. 58 વર્ષીય મોહનભાઈ ડેલકર સાત વખત લોકસભાના સાંસદ રહી ચૂક્યા હતા.
અમરેલીમાં હુમલો
28 નવેમ્બર 2024માં અમરેલીના સાવરકુંડલા શહેરમાં લોહાણા આગેવાનો પર હુમલો થયો હતો. શહેર ભાજપ મહામંત્રી રાજુ નાગ્રેચા, વેપારી જગદીશ માધવાણી, તેજસ રાઠોડ સહિતના લોકો ઉપર હુમલો થયો હતો. કેબિન હટાવવાનું કહેતા અજાણ્યા લોકોએ હુમલો કર્યો હતો. આરોપીઓમાં રહીમ ગોરી, તેનો પુત્ર શાહબુદ્દીન, અને તેના ભાઈ સહિત 5 લોકો હતા.
નવસારી
13 જૂલાઈ 2021માં નવસારીના ઘેલખડી વિસ્તારમાં નવસારી ભાજપ યુવા મોરચાના માજી પ્રમુખ શૈલેષ પરમારની 6 ઇસમોએ ધારદાર હથિયારોના ઘા ઝીંકીને નવસારી ભાજપના યુવા મોરચાના માજી પ્રમુખની હત્યા કરી હતી. ચાર વર્ષે થયેલી એક હત્યા મામલે બદલો લેવાની ભાવનાથી કરવામાં આવી હતી.
મોરબી
મોરબી શહેર ભાજપ અનુસુચિત જન જાતિ મોરચાના 30 વર્ષના મંત્રી પ્રકાશ દિનેશ ચાવડાએ 24 જાન્યુઆરી 2019માં આત્મહત્યા કરી લીધી હતી. રાજકોટમાં રહેતા સસરા પ્રવિણ સારેસાના ઘરે આવીને તેમણે ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી.
જામનગર
જામનગર જિલ્લાના ભાજપ પ્રમુખ અને પૂર્વ સાંસદ ચંદ્રેશ પટેલ પોતે જ કુટુંબના વિખવાદો અને પોતાની પુત્રવધૂને પરેશાન કરતા હોવાની ફરિયાદ બાદ કરી હતી. પોતાની પુત્રવધૂને હિમાલયના પર્વત પરથી ધક્કો મારી ખીણમાં ફેંકી દેવા કાવતરું કર્યું હતું.
અગાઉ રાજકીય હત્યા
ગુજરાતમાં 150 રાજકીય હત્યા થઈ, ગુજરાતના નેતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પંજાબમાં 2022માં હુમલો થયો હતો.
ગુજરાતમાં મોદી પર ક્યારેય હુમલો થયો નથી
હરેન પંડ્યા
પૂર્વ ગૃહ પ્રધાન હરેન પંડ્યાની હત્યામાં તે સમયના મુખ્ય પ્રધાન મોદી પર આરોપ હતા. હરેનના પિતા અને હરેનની પત્નીએ આરોપો મૂક્યા હતા.
ગુજરાતની જે રાજકીય હત્યાઓ થઈ છે તેમાં અમદાવાદના યુવાન રાજકીય નેતા હરેન પંડ્યાની હત્યા સૌથી ગંભીર છે કારણ કે તેમાં ગાંધીનગરના નેતાઓનું નામ આવતું હતું. ભાજપના મુખ્ય પ્રધાન પદના ભાવિ ઉમેદવાર અને પૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન હરેન પંડ્યાની હત્યા 2003માં થઈ હતી. હાઈકોર્ટે આરોપીઓને 2011માં નિર્દોષ જાહેર કર્યા હતા. પણ સુપ્રિમકોર્ટે 2019માં તમામને 12 લોકોને જવાબદાર ઠેરવ્યા હતા.
ઐયર કમિશન સમક્ષ રહેન પંડ્યાએ 2002ના કોમી તોફાનોમાં મોદીની શું ભૂમિકા હતી તે અંગે જુનાબી આપી હતી.
જે કોઈ પણ ભાજપની અંદરથી મોદી વિરુદ્ધ બોલે છે તેને શારીરિક કે રાજકીય રીતે ખતમ કરી દેવામાં આવે છે.
જનસંઘના ધારાસભ્યની હત્યાથી સિલસિલો
1980 પોરબંદરમાં વસનજી ઠકરાર જનસંઘમાંથી ધારાસભ્ય ચૂંટાયા હતા. ઇન્દિરા ગાંધીએ લાદેલી રાજકીય કટોકટી વખતે તેણે પક્ષપલટો કર્યો હતો. તેમાં બાબુભાઈ જશભાઈની સરકાર 12 માર્ચ 1976માં પડી હતી. વસનજી ખેરાજ ઠકરારની હત્યાથી રાજકીય ખૂનનો સિલસિલો શરૂ થયો હતો. પોરબંદર ત્યારથી રાજકીય હત્યાઓથી બદનામ થયું હતું.
ગોંડલ
1995માં કેશુભાઈ પટેલ મુખ્ય પ્રધાન હતા ત્યારે જયંતી વડોદરીયા કે જે ગોંડલ નાગરિક બેંકના અધ્યક્ષ, કોર્પોરેટર હતા તેમની હત્યા કરી દેવામાં આવી હતી.
વિનુ સિંગાળા
1995માં ભાજપના આગેવાન વિનુ સિંગાળાની હત્યા કરી દેવામાં આવી હતી. ગોંડલમાં તેની હત્યા થઈ હતી. સરકારી ઘાસની વીડી કોને આપવી તેની ઝઘડામાં તેની હત્યા થઈ હતી. એક બાજુ ગોંડલનું રાણા જૂથ અને બીજી બાજુ વિનુભાઈ સિંગાળા હતા.
અમરેલી
અમરેલીનાં લાઠી પાસે લાઠી તાલુકા પંચાયતના સભ્ય લાલાવદર ગામ નાગજીભાઈને બસમાં જ જીતવા સળગાવી દેવાયા હતા. મ
જામનગર
આગેવાન એવા મુળુભાઈ બેરાના પિતા તાલુકા પંચાયતના પ્રમુખ હતા 1985 માં પોલીસ રક્ષણ હોવા છતાં હત્યા થઈ હતી.
કચ્છ હત્યાકાંડ
માંડલ
માંડલમાં ના ભાજપના નેતા શીલા સોનીની હત્યા રાજકીય હોવાનો આરોપ તેના પતિએ મૂકેલા છે. જેમાં ગાંધીનગરના ટોચના નેતા સંડોવાયેલા હોવાનું માનવામાં આવે છે.
કચ્છ
કચ્છના અબડાસાના બાઉજી જાડેજા, માંડવી નગરપાલિકા અધ્યક્ષની હત્યા થઈ હતી.
મોરબી
1995માં મોરબીમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, નાગરિક બેંકના અધ્યક્ષ પ્રકાશ રવેશીયા ખૂન કેસમાં ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા પર આરોપ હતો. કેશુભાઈ મુખ્ય પ્રધાન હતા.
લાઠી
અમરેલીનાં લાઠી પાસે લાઠી તાલુકા પંચાયતના સભ્ય લાલાવદર ગામ નાગજીભાઈને બસમાં જ જીતવા સળગાવી દેવાયા હતા.
કચ્છ
જૂન 2015માં કચ્છના કાળી તલાવડી ગામે ખેતરમાં ભાજપના પૂર્વ તાલુકા પ્રમુખ રણધીર બરાડિયાની તલવારના ઘા ઝીંકી હત્યા કરાઈ હતી. જેમાં ચૂંટણીમાં હરિફ જૂથના ચાર આરોપીઓ સામેલ હોવાનું બહાર આવ્યું હતું.
કચ્છ
જૂન 2015માં કચ્છ ભાજપના મહિલા નેતા તરુણા ચાતુરાણીએ પોતાના જ રાજકીય બોયફ્રેન્ડને મોતને ઘાટ ઉતાર્યો હતો.
જનાગઢ
જૂન 2015માં જૂનાગઢમાં ભાજપના ઉપપ્રમુખ કાંતિલાલ પોપટભાઈ વૈષ્ણવના 20 વર્ષના પુત્ર રજનીને જંગલમાં મારી દેવાયો હતો. આ કેસમાં દસ લાખની ખંડણી મંગાઈ હતી.
સુરત
મે 2015માં સુરતમાં વીર નર્મદ યુનિવર્સિટીના સેનેટ અને ભાજપના યુવા નેતા એડવોકેટ અમિત સિંઘાની તિક્ષ્ણ હથિયારથી વિંધાયેલી લાશ મળી આવી હતી. ટેક્સની પતાવટના કેસમાં ભાજપના સિંઘાની હત્યા કરી દેવાઈ હતી.
રાજકોટ
ઓગસ્ટ 2015માં રાજકોટમાં મિલકત વિવાદ કેસમાં ભાજપના લઘુમતી મોરચાના આગેવાન ઈલિયાસ ખાન પઠાણ અને તેમના પુત્ર આરિફ જલવાણીને બંદૂકના નાળચે મોતને ઘાટ ઉતાર્યા હતા.
ભરૂચ
નવેમ્બર 2015માં ભરુચમાં ભાજપના પૂર્વ પ્રમુખ શિરિષ બંગાળી અને યુવા મોરચાના મહામંત્રી પ્રગ્નેશ મિસ્ત્રી પર બાઈક પર આવેલા લબરમૂછિયાઓએ ભરબજારે ગોળીબાર કર્યો હતો.
રાજકોટ
મે-2018માં રાજકોટમાં ભાજપના બક્ષીપંચ મોરચાના આગેવાન વિજયગિરી ગોસ્વામી પર હુમલો થયો હતો. બુટલેગરોએ હુમલો કર્યો હોવાનું બહાર આવ્યું હતું.
જનસંઘ
1995માં ગોવિંદ તોરણીયા – જનસંઘ બે વખત ધારાસભાની ચૂંટણી, બંદરનો કોન્ટ્રાક્ટર રાજકીય રીતે નડતા હતા. ભાષણ જોરદાર કરતા હતા.
પોરબંદર
2005 શહેર ભાજપ પ્રમુખ અને પોરબંદર નગરપાલિકા 4 ટર્મના કાઉન્સલર હતા કેશુ નેભા ઓડેદરા
સુરત
મે 2015: સુરતની વીર નર્મદ યુનિવર્સિટીના સેનેટ સભ્ય અને ભાજપના યુવા નેતા અમિત સિંઘાની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરવામાં આવી હતી.
જૂન 2015: કચ્છમાં ભાજપના મહિલા નેતા તરુણા ચાતુરાણીએ પોતાના જ બોયફ્રેન્ડની હત્યા કરી હતી
જૂનાગઢ
જૂન 2015માં જૂનાગઢમાં ભાજપના ઉપપ્રમુખ કાંતિલાલ વૈષ્ણવના યુવા પુત્રનું અપહરણ કરીને રુપિયા 10 લાખની ખંડણી માંગવામાં આવી હતી, જે બાદ જંગલમાં તેમની નિર્મમ હત્યા કરવામાં આવી હતી.
ભાવનગર
ઓગસ્ટ 2018માં ભાવનગર જિલ્લાના તળાજા નગરપાલિકામાં ઉપપ્રમુખ અને ભાજપ નેતા નસીબ ખાન પઠાણ પર ધારદાર હથિયારથી હુમલો કરીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા.
ભાજપના પૂર્વ તા.પ્રમુખ રણધીર બરાડિયાની હત્યા.
યુવા નેતા જેલમાં
ગોધરા તાલુકાના ગદુકપુર ગામના ખેડૂત વજેસિંહ સબુર શિકારીની એક એકર જમીનનો બનાવટી વેચાણ દસ્તાવેજ બનાવી જમીન પચાવી પાડવાનું મોટું કૌભાંડ કરનારા જિલ્લા ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ હરેન શાહ – બલ્લો – પોલીસના હાથે ઝડપાયા બાદ તેને 9 જાન્યુઆરી 2019માં જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. જમીન કૌભાંડમાં સંડોવાયા બાદ તેણે ઉપ પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હતું. તેને જેલમાં મોકલી દેવાયો હોવા છતાં ભાજપના પ્રદેશ નેતાઓએ તેને પક્ષમાંથી હાંકી કાઢવા માટે ગાંધીનગરની કચેરીથી પ્રદેશ નેતાઓએ હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. પ્રદેશ નેતાઓ તેમને બચાવી રહ્યા છે. વજેસિંહ સબુર શિકારીની કરોડો રૃપિયાની જમીન એક એકરનો બનાવટી વેચાણ દસ્તાવેજ વિદેશમાં રહેતી નીપા શેઠના નામે કરાયો હતો. કૌભાંડનો પર્દાફાશ થતાં પાંચ આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો જેમાં ભાજપના આ નેતા પણ હતા. જમીન કૌભાંડમાં ભાજપના મોટા માથાને બાજુ પર મૂકી દેવાયા છે. બોગસ સહી સાથે રૂ.18 લાખનો દસ્તાવેજ ઈ-ધરા કચેરીમાં કરવામાં આવ્યો હતો. જે જમીનની ખરી કિંમત કરોડોની થવા જાય છે.
યુવતીની શોસિયલ મીડિયામાં છેડતી કરી
ભાજપના નેતાઓ અને સરકાર મહિલા સુરક્ષાની વાતો કરે છે, પણ વડોદરાની એક યુવતીએ સોશિયલ મીડિયામાં જ ઉજ્જવલ ગજ્જર નામના ભાજપ યુવા મોરચાના કાર્યકરના કરતૂતોનો પર્દાફાર્શ 14 માર્ચ 2018માં કર્યો હતો. ઉજ્જવલ રોજ રાત્રે દોઢ મહિનાથી યુવતીને મેસેજ મોકલતો હતો. જે સામે યુવતીએ વાંધો લીધો હતો. યુવતીએ તેના પર પોતાના ગૃપ દ્વારા વળતો હુમલો કરાવીને સબક શીખવતા યુવતીને બ્લોક કરી લીધી હતી.
રાજકીય વગના નામે વ્યાજખોરી
વિવેક શાહની કરોડોની મિલકતો, કાર, દાગીના પડાવી લેવાનો ગુનો અમદાવાદ ભાજપ યુવા મોરચાના નેતા દર્શક ઠાકર, દેવરાજ મુખી સામે નોંધાયો હતો. દિવસો સુધી ભાજપે તેમની સામે 8 જૂન 2018 સુધીમાં કોઇ પગલાં લીધાં ન હતા. ભાજપના યુવા મોરચાના નેતા વ્યાજખોરી કરી રહ્યા હતા. જેની પાસે ભાજપના મોટા ગજાના નેતાઓના બ્લેક મનીના કરોડો રૂપિયા વ્યાજે ફરી રહ્યા હતા. રાજકીય દબાણને પગલે પહેલાં તેની ધરપકડ જ થઈ ન હતી. પ્રદેશ ભાજપ પોતે યુવા મોરચાના વ્યાજખોર, ગુંડાગીરી કરનારા યુવા નેતાઓને છાવરે છે.
ફાઈલ ગુમ કરાવી
ગુજરાત યુનિવર્સિટીમાં બેઠેલા ભાજપના નેતાએ ભાજપ યુવા મોરચાના નેતા દર્શક ઠાકરને નિયમ વિરુદ્ધ પાસ કરવી દીધો હતો. યુનિવર્સિટીએ નિયમો બદલીને તેને ભાજપના સિન્ડીકેટ સભ્યએ પાસ કરાવી દીધો હતો તે ફાઈલ પણ ગુમ કરાવી દેવામાં આવી હતી.
ઋત્વિજ પટેલના ધમપછાડા
ગુંડાગર્દી કરનારા દર્શક ઠાકર, દેવરાજની ધરપકડ ન થાય તે માટે ભાજપના યુવાન નેતા ઋત્વિજ પટેલ ધમપછાડા કર્યાં હતા. વિવેક શાહ નામની વ્યક્તિની મિલકત પચાવી પાડવાના અને ખંડણી ઉઘરાવવાના મામલે ભાજપ યુવા મોરચાના સભ્ય રાહુલ સોનીને ભાજપે પક્ષમાં સસ્પેન્ડ કરી દીધો હતો. વ્યાજખોર એવો મુખ્ય સૂત્રધાર મનાતા દર્શક ઠાકરને બચાવવા ભાજપ યુવા મોરચાના વિવાદાસ્પદ પ્રમુખ ઋત્વિજ પટેલ જ મેદાને પડયાં હતા. વ્યાજના બદલે દાદાગીરી કરી હિપોલીનના પૂર્વ માલિકની મિલ્કત પચાવી પાડી હતી. સીસીટીવી ફુટેજમાં દર્શક ઠાકર,દેવરાજ મુખી બેફામ ગાળાગાળી કરી રહ્યાં હોવાનો મજબૂત પુરાવો હોવા છતાં પક્ષના દિલ્હીના નેતાઓ બચાવી રહ્યાં હતા.
લોકોને જીવતા સળગાવી દો
પરપ્રાંતીયો હટાઓ, ગુજરાત બચાવો ઝુંબેશમાં ભાજપના નેતાઓની સંડોવણી 14 ઓક્ટોબર 2018માં બહાર આવી હતી. સાબરકાંઠાના ઢુંઢર પ્રકરણ બાદ પરપ્રાંતિયોએ હિજરત કરી હતી. ભાજપના અમદાવાદ શહેર મંત્રી વિકાસ પટેલે કહ્યું હતું કે, ધારાસભ્ય અલ્પેશ ઠાકોર- ઠાકોર સેના આ માટે જવાબદાર છે. વાસ્તવમાં ભાજપ યુવા મોરચાના અમદાવાદ શહેર મંત્રી વિકાસ પટેલે સોશિયલ મીડિયામાં ભડકાઉ કોમેન્ટો વાયરલ કહી હતી. જેમાં સ્પષ્ટપણે લખ્યું છેકે, આવા કૃત્ય કરનારાઓને જીવતા સળગાવી દેવા જોઇએ. ગુજરાતમાં યુપી, બિહારીઓ ન જોઈએ. પરપ્રાંતીયો હટાવો, ગુજરાત બચાવો ઝુંબેશમાં ભાજપનો ય હાથ બહાર આવ્યો હતો. ભાજપ યુવા મોરચાના આ નેતાએ બિહારી-યુપી વાસીઓ માટે અપમાનજનક શબ્દો વાપરી ફેસબુક પર લખ્યું હતું કે, એમને હટાવો,ગુજરાત અભિયાન બચાવોમાં જોડાઓ, આ ઠાકોર સમાજની 14 માસની દિકરી છે. કાલે અન્ય સમાજની દીકરી પણ હોઇ શકે છે.
યુપી, બિહાર,એમપીના એકેય ગુજરાતમાં ન જોઇએ. મારી વાતથી સહમત થાઓ, અને શેર કરો, આવા લોકોને જીવતા સળગાવી દેવા જોઇએ. આ જ પ્રમાણે, છોટાઉદેપુરના ભાજપ યુવા મોરચાના કોષાધ્યક્ષ સચિન તડવીએ પણ પરપ્રાંતીયોને 31મી પહેલાં ગુજરાત છોડી દેવા ધમકી આપતી પોસ્ટ કરી હતી. જે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે. આ બંને નેતાઓના ભાજપના મંત્રીઓ, નેતાઓ સાથેના ફોટા પણ વહેતાં થયા હતા. ભાજપના હિંમતનગરના ધારાસભ્યએ પણ આવા જ ઉચ્ચારો કર્યા હતા. બાદ ભાજપ યુવા મોરચાના નેતાઓના ભડકાઉ ભાષણ-કોમેન્ટોએ ભાજપની મુશ્કેલી વધારી દીધી છે.
અમિત ઠાકરની કોલેજનો વિવાદ
બીબીએ અને બીસીએની પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ કરાયો ત્યારે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો.આદેશ પાલએ ભાજપના યુવા મોરચાના નેતા અમિત ઠાકરની લોકમાન્ય બીસીએ કોલેજમાં 60 બેઠકો વધારવા 10 જૂન 2013માં નિર્ણય લઈને વિવાદ સર્જાયો હતો. અમિત ઠાકર દ્વારા ડો.આદેશ પાલને તેના વિવાદોમાં હંમેશ મદદ કરી હતી. એક સોસાયટી ખાલી કરાવવા અંગે મહિલાઓ અમિત શાહનો ઉઘડો લીધો હતો. ભાજપના કોર્ટોપેરટર બિલ્ડર અનને સોસાયટીના લોકો સામે પડી ધમકી આપતા હતો.
પાસ થવું હોય તો ફોન કરો મને
પાટણ જિલ્લા યુવા મોરચાના મહામંત્રી અને પાટણ યુનિવર્સિટીના સેનેટ સભ્ય વિવેક પટેલે રેલીમાં આવેલા વિદ્યાર્થીઓને પાસ કરાવી દેવાની ખાતરી 11 જૂન 2018માં આપી હતી, જેનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં ભાજપના આ યુવા નેતા કહે છે કે, પાસ થવું હોય તો મને ફોન કરવો. કેટલીક વસ્તુ જાહેરમાં ન કહેવાય પણ બધું જ થઈ શકે છે. આમ ભાજપના યુવાન નેતાઓ સત્તાનો કેવો દૂર ઉપયોગ કરી રહ્યાં છે. તે આ બનાવ પરથી કહી શકાય છે.
યુવામોરચાના સભ્યને લાફો માર્યો
ભાજપ સરકારના કેન્દ્રીય મંત્રી જે.પી.નડ્ડાની હાજરીમાં વિરમગામમાં ભાજપ મહિલા મોરચાના સભ્ય પ્રિતિબેન ઠક્કરએ બાબોના હુલામણાં નામે ઓળખાતા યુવામોરચાના સભ્યને 13 નવેમ્બર 2017માં લાફો માર્યો હતો. આ જોઈને જે.પી.નડ્ડાએ ચાલતી પકડી હતી. ભાજપના વિરમગામ વિધાનસભા બેઠકના ઉમેદવાર ડૉ.તેજશ્રીબેન પટેલ વિરૃધ્ધ યુવાનોએ હોહા કરી ફરિયાદ કરી હતી. તે વખતે, વિરમગામ ભાજપના મહામંત્રી હર્ષદ ઠક્કરે પણ પેરાશૂટ ઉમેદવાર વિરૃધ્ધ ગણાવીને તડાફડી બોલાવી હતી. તેથી ડૉ.તેજશ્રીબેન પટેલ રડી પડયાં હતાં, તેઓ આ બેઠક પરથી હારી ગયા હતા. ભાજપના યાવનોએ કાયદો હાથમાં લીધો હતો. જેમાં કોઈ પગલાં લેવાયા નથી.
અમદાવાદની ‘સ્પા’ની યુવતી સાથે કરેલા જલસા અશ્લીલ ઓડિયો
18 મે 2017માં અમદાવાદના જોધપુર વોર્ડ ‘બીજેપી 2017 વોટ્સએપ’ નામના ગ્રૂપમાં વ્યભિચારની ચર્ચા થતી હોય તેવી ઓડિયો ક્લિપ મૂકવામાં આવી હતી. યુવા ભાજપના પ્રદેશ આગેવાન અને અમદાવાદ શહેરના મંત્રી પદે રહેલા આગેવાન વચ્ચે થયેલી અશ્લીલ વાતચીત તેમાં હતી. જે પછી ખૂબ વાઈરલ થઈ હતી. વાતચીતમાં ખૂબ અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સ્પામાં કામ કરતી યુવતી સાથેના શારીરિક સંબંધો અને તેના ચારિત્ર્ય અંગે ભદ્દી ટિપ્પણી કરાઈ હતી. ગ્રૂપમાં અમદાવાદના પૂર્વ મેયર મીનાક્ષી પટેલ, ભાજપ યુવા મોરચાના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ અને હાલમાં પ્રદેશ ભાજપ સંગઠનમાં આગેવાન અમિત ઠાકર સહિત વોર્ડના કોર્પોરેટરો, સંગઠનના પદાધિકારીઓ પણ સભ્ય હતા. આ ક્લિપ સામે આવ્યા પછી ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કાર્યકરોને વાણી પર સંયમ રાખવાનું કહ્યું હતું.
ભાજપ શહેર પ્રમુખના યુવતી સાથેના અશ્લીલ ફોટા મૂકાયા
2 જુલાઈ 2018ના દિવસે સુરેન્દ્રનગરના વઢવાણ શહેર યુવા ભાજપના મંત્રીના કોઈકે પાડેલાં જુદી જુદી યુવતીઓ સાથેના પોર્ન ફિલ્મ જેવા અશ્લીલ ફોટા ભાજપના ગરવી ગુજરાત વોટસએપ ગ્રૂપમાં મૂકવામાં આવ્યા હતા. જેમાં વઢવાણ શહેર યુવા ભાજપના મંત્રી દીપક વાણીયા ગ્રૂપના સભ્ય હતા. ભાજપના પોતાના આ ગ્રૂપમાં વઢવાણ શહેર યુવા ભાજપ મંત્રી દીપકભાઇ વાણીયાના અન્ય યુવતીઓ સાથેના 20 જેટલાં શરમજનક અશ્લીલ ફોટા મૂકાયા હતા, કે તેઓ તે સમયે એક હુમલાના ગુનામાં જેલમાં હતા. દીપકના મોબાઈ પરથી જ આ ફોટા મૂકાયા હતા.
ભાજપના નેતાનો હસ્તમૈથુનનો વિડીયો ભાજપના ગૃપમાં
ગીર-સોમનાથ જિલ્લાના ઉનાના યુવા ભાજપના નેતા ગંભીરસિંહ ગોહીલનો એક અશ્લીલ વીડિયો વોટ્સએપ ગૃપમાં મૂકાયો હતો. ગંભીરસિંહ નગ્નાવસ્થામાં જાતે હસ્તમૈથુન કરતા નજરે પડે છે. ભાજપ યુવા મોરચાના પ્રમુખ ઋત્વીજ પટેલ અને ઉના તાલુકાના યુવા પ્રમુખ ગંભીરસિંહ ગોહિલના ઠેર ઠેર પોસ્ટર લગાવાયા હતા ત્યારે જ આ વિડિયો ગૃપમાં ફરતો થયો હતો. વીડિયો ખુદ ગંભીરસિંહે ઉતારીને અંગત વ્યક્તિને મોકલ્યો હોવાની શક્યતા બતાવી હતી. પોલીસ ફરિયાદ થઈ નથી પણ ભાજપની આબરૂનો ધજાગરા થઈ ગયા હતા.
કેજરીવાલ સામે ચૂંટણી લડનાર ભાજપની નૂપુરને વડોદરાના કાર્યકરે અશ્લીલ મેસેજીઝ મોકલ્યા
દિલ્હી વિધાનસભાની ચૂંટણી દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે ચૂંટણી લડનારી ભાજપની પ્રવક્તા, ABVની વિદ્યાર્થીસંઘની નેતા અને યુવા નેતા નૂપૂર શર્માને મેસેજ મોકલી ધમકી આપી હતી. વડોદરામાં રહેતા ભાજપના કાર્યક્રર મિહિર પટેલ પોતે નૂપૂર શર્માની પાછળ પડી ગયો હતો અને તે વારંવાર મેસેજ અને ઇમેઇલ કરીને નૂપૂરને હેરાન કરતો હતો. ત્રણેક વર્ષથી નૂપૂર શર્માને ફેસબુક, ટ્વીટર તેમજ એસએમએસ દ્વારા બિભત્સ અને ધમકીભર્યા મેસેજો મળતા હતા. તે નૂપૂરના ઘર સુધી પહોંચી ગયો હતો. ભાજપના નેતાઓ સાથે વાતચીત કર્યા બાદ આખરે નૂપૂરે પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય લીધો હતો.
અમદાવાદમાં ચેતને ખરાબ વિડિયો મૂક્યો
અમદાવાદ ભાજપના સોશિયલ મીડિયા ગ્રૂપમાં અશ્લીલ વીડિયો નાખવામાં આવતા વિવાદ થયો હતો. યુવા મોરચાના ચેતન કડિયા નામના શખ્સે અશ્લીલ વીડિયો મૂક્યો હતો. બાદ ચેતન કડિયા નામના શખ્સે જ ખુલાસો કર્યો હતો કે તેણે ભૂલથી આ વીડિયો નાખી દીધો છે. પછી તેણે ગૃપ છોડી દીધું હતું. ગ્રુપમાં પ્રદેશ ભાજપ આઈ.ટી સેલના પંકજ શુકલા છે. પ્રદેશ ભાજપના યુવા મોરચા અને આઈ.ટી સેલના નેતા ગ્રુપમાં છે
ઋત્વિજ પટેલને લાફો માર્યો
ભાજપના યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલનો 27 ફેબ્રુઆરી 2017માં મહેસાણામાં અભિવાદન સમારોહ રાખવામાં આવ્યો હતો. એસપીજી સહિતના લોકોએ વિરોધ કરીને એક યુવાને લાફો મારી લીધો હતો. તેથી મહેસાણામાં ભાજપના યુવા મોરચાના અધ્યક્ષના અભિવાદન સમારોહમાં નાસભાગ થઈ હતી. આ બાબતે ભાજપના કાર્યકરોમાં અંદરો અંદર મારામારીના દ્રશ્યો સર્જાયા. કેટલાક યુવાનોએ ઋત્વીજ પટેલ પર હાથાથી મારામારી કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે આ મામલે 5 યુવાનોની અટકાયત કરી હતી. ઋત્વિજને લાફો મારનાર ભીખા પટેલું પછી સન્માન કરાયું હતું. સુરતમાં બાઈક રેલીમાં પણ ભાજપના યુવા નેતા ઋત્વિજ પર ઈંડા અને ટમેટા ફેંકાયા હતા. ત્યારે પણ ઋત્વિજને એક લાફો મારી દેવામાં આવ્યો હતો. આમ લોકો પણ ભાજપના યુવાન નેતાઓને ફટકારી રહ્યાં હતા.
વિધાનસભાના અધ્યક્ષની ગરિમા ખંડિત કરી
વડોદરાના ભાજપના યુવા મોરચાના કાર્યકર વિધાનસભાના અધ્યક્ષની ખુરશી પર બેસી જઈને મોબાઈલ ફોન કેમેરાની સેલ્ફી દ્વારા ફોટો પડાવવાની ઘટના સામે આવી છે. વિધાનસભાની ગરિમા લજવાય હતી. આ ખુરશી પર અધ્યક્ષ સિવાય કોઈ ન બેસી શકે. ધારાસભ્યો પણ તેનાથી દૂર રહે છે. ત્યારે અધ્યક્ષની ખુરશી પર બેસીને યુવા ભાજપના કાર્યકરે ફોટો પડાવી તે વાયરલ કર્યો હતો. જે સમગ્ર વિધાનસભાનું અપમાન ગણાયું હતું.
સાંસદોના ગુના
2029માં દેશના 34 ટકા કે 297 સાંસદો સામે પોલીસ ફરિયાદ થયેલી હતી. ભાજપના 281 સાંસદોમાં 97 સાંસદો સામે અપરાધના કેસ નોંધાયેલા. દેશમાં 35 ટકા દાગી નેતાઓ માત્ર ભાજપમાં છે.
ભાજપના આ સાંસદો સામે પણ લાગ્યા છે આક્ષેપો
દિલીપ પટેલ – પોલીસને ધાકધમકી આપવી
પ્રભાતસિંહ ચૌહાણ – માફિયાગીરી અને બુટલેગરો સાથે સંબંધ
મોહન કુંડારિયા – બાળકોની પીઠ પર ચાલનારા, ચાઇલ્ડ એક્ટનો ભંગ
સ્મૃતિ ઇરાની- બોગસ ડિગ્રી કૌભાંડ
અરૂણ જેટલી – ગુજરાતીઓનાં નાણાં ડૂબાડનારા માધવપુરા બેંકના આરોપીની વકીલાત કરી
રૂપાલા-અર્બુદા ક્રેડિટ કૌભાંડના માલિક સાથે સાંઠગાંઠ
વિનોદ ચાવડા- નલિયાકાંડમાં નામ ઉછળ્યું
સી.આર.પાટિલ – ધાકધમકી, સુરતની ડાયમંડ જ્યુબિલીનું ઉઠમણું
વિઠ્ઠલ રાદડિયા- ફાયરિંગ, ધાકધમકી, નોટબંધી બાદ વિવાદાસ્પદ