ભૂતપૂર્વ વડા પ્રધાન એચ ડી દેવગૌડાના જ્યોતિષી પુત્ર અને કર્ણાટાક રાજ્ય સરકારના એક પ્રધાન એચડી રેવન્નાએ એવો દાવો કર્યો હતેા કે અંકશાસ્ત્રની દ્રષ્ટિએ નરેન્દ્ર મોદી ચૂ્ંટણી હારી જવાના છે. નરેન્દ્ર મોદી ફરી સત્તા પર આવશે તો હું રાજકારણ છોડી દઇશ.
તેમણે એવો દાવો કર્યો હતો કે કર્ણાટકમાં 18 એપ્રિલે મતદાન છે. આ આંકડો એનડીએ માટે અશુભ છે. નરેન્દ્ર મોદી ચૂંટણી હારી જશે. જો કે રેવન્નાએ એવી સ્પષ્ટતા કરી નહોતી કે 18 નો આંકડો માત્ર કર્ણાટક પૂરતો લકી છે કે સમગ્ર દેશ માટે અને એનડીએ માટે જુદો સંદર્ભ ધરાવે છે. મિ઼ડિયા સાથે વાત કરતાં રેવન્નાએ ગજબના આત્મવિશ્વાસ સાથે કહ્યું કે તમે મારી આ ભવિષ્યવાણી ડાયરીમાં લખી લો. મારી ભવિષ્યવાણી ખોટી પડે અને મોદી ફરી જીતીને સત્તા પર આવે તો હું સદાને માટે રાજકાણ છોડી દઇશ.
રેવન્નાએ એવો દાવો કર્યો હતો કે 2018માં પહેલીવાર 18ના આંકડાનો જાદુ તમે જોયો હતો જ્યારે મારો નાનો ભાઇ કર્ણાટકનો મુખ્ય પ્રધાન બન્યો હતો. આઠ વત્તા એક એટલે નવ અને નવ અમારા માટે ખૂબ લકી રહ્યો છે. આ વખતે 18 એપ્રિલે મતદાન છે અને ફરી એકવાર નવનો આંકડો જાદુ દેખાડશે.