પ્રિયંકા ગાંધી લખનઉમાં પહોંચે એ પહેલા એનો એક ઓડિયો ત્યા પહોચી ગયો, એમાં પ્રિયંકા રાજ્યના લોકોને સાથે મળીને નવી રાજનીતિ શરૂ કરવાની વાત કરી રહી છે અને ભાવુક અપીલ કરી રહી છે. ઑડિયાંમાં પ્રિયંકા કહે છે કે હું પ્રિયંકા ગાધી વાન્ડ્રા. કાલે (સોમવારે) હું તમને મળવા લખનઉ આવું છું.
મારા હૃદયમાં આશા છે કે આપણે એક નવી રાજનીતિની શરૂઆત કરીએ. એક એવી રાજનીતિ કે જેમાં તમે બધા ભાગીદાર હોવ. જેમાં મારા યુવા મિત્ર, મારી બહેનો અને દરેક કમજોર વ્યક્તિનો અવાજ સંભળાય શકે. આવો! મારી સાથે મળીને એક નવી રાજનીતિ અને એક નવાં ભવિષ્ય માટે કામ કરીએ. ‘
પ્રિયંકા સાથે રાહુલ ગાંધી અને પશ્ચિમ યુપીના પ્રભારી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ હશે. ત્રણે નેતાઓ અમૌસી એરપોર્ટથી પીસીસી મુખ્ય મથક સુધી રોડ શો કરશે એ પણ ફાઇનલ થઈ ગયું છે. તેમના આવવા માટે અહીં વ્યાપક તૈયારીઓ થઈ ગઈ છે. 11 ફેબ્રુઆરીના રોજ રાહુલ, પ્રિયંકા અને જ્યોતિરાદિત્ય ચાર્ટર પ્લેનમાં દિલ્હીથી લખનઉ ગલભગ 11 વાગ્યે આવશે.