ભાજપના નેતા અને રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પ્રિયંકા ગાંધીને લઈ વાંધાજનક નિવેદન આપ્યું છે. સ્વામીએ સમાચાર એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં કહ્યું કે, તેમને (પ્રિયંકાને) એક બીમારી છે, જે જાહેર જીવનમાં અનુકૂળ અને યોગ્ય નથી. તેમને બાઇપોલેરિટીની બિમારી છે, એટલે કે તેમનું હિંસાવાદી ચરિત્ર જોવા મળે છે, લોકો સાથે મારઝૂડ કરે છે.
સિનિયર નેતાએ તેની સાથોસાથ કહ્યું કે પબ્લિકને જાણ હોવી જોઈએ કે પ્રિયંકા ગાંધી ક્યારે સંતુલન ખોઈ બેસશે, કોઈને ખબર નથી.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાની બહેન પ્રિયંકા ગાંધીને લોકસભા ચૂંટણીને ધ્યાને લઈ પૂર્વ ઉત્તર પ્રદેશનો પ્રભાર સોંપ્યો છે. પ્રિયંકા ગાંધીના સક્રિય રાજકારણમાં આવવાની જાહેરાત બાદથી તેને લઈને રાજકીય નિવેદનો સતત આવી રહ્યા છે. ભાજપના અનેક નેતાઓએ અનેક વિવાદાસ્પદ ટિપ્પણીઓ પણ કરી અને સ્વામીની ટિપ્પણીને તેની કડીમાં જ જોવામાં આવી રહી છે.