વડા પ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની વડોદરા બેઠક પરથી ચૂંટણી લડશે તો તેમની સામે કોંગ્રેસ મહારાષ્ટ્રના માજી મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખના પુત્ર બોલીવુડના સ્ટાર રીતેશ દેશમુખને ચૂંટણી લડાવનાર હોવાની શક્યતા છે.
વર્ષ 2014માં નરેન્દ્ર મોદી લોકસભાની વડોદરા બેઠક પરથી ચૂંટણી લડી ચૂક્યા છે અને જંગી બહૂમતિથી વિજય હાંસલ કરીને વડા પ્રધાન બન્યા હતાં. જો કે તે સમયે તેઓએ વારાણસી બેઠક યથાવત્ રાખી હતી અને વડોદરા બેઠક ખાલી કરી હતી. ગઈ ચૂંટણી વખતે મોદી બે બેઠક પરથી ઉમેદવારીપત્ર ભર્યુ હતુ, આગામી મે મહિનાના અંત સુધીમાં યોજાનાર લોકસભાની ચૂંટણીમાં મોદી વડોદરા,ઉત્તર પ્રદેશના વાસાણસી અને ઓરીસ્સાની પુરી એમ ત્રણ બેઠક પરથી કોઈ બે બેઠક પરથી ચૂંટણી લડવાના હોવાનુ કહેવાય છે. વડોદરા બેઠક પર મોદી ફરી ચૂંટણી લડવાના હોવાના ભણકારાને લઈને રાષ્ટ્રીય કોંગ્રેસ તે દિશામાં એક્શનમાં આવ્યુ છે.