કોંગ્રેસના નેતા શશી થરુરે કોંગ્રેસને ફરી વાર મુશ્કેલીમાં મૂકી દીધી છે. બેંગ્લોરમાં પત્રકાર પરિષદ દરમિયાન શશી થરુરે આરએસએસના નેતાના એક નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો. થરુરે દાવો કર્યો કે આરએસએસના નેતાએ એવું કહ્યું હતું કે મોદી તો શિવલીંગ પર ચોંટેલા બિચ્છુ જેવા છે. જેને ન તો હટાવી શકાય છે અને ન તો ચંપલથી મારી શકાય છે.
થરુરની ટીપ્પીણી પર તરત જ ભાજપે રિએકશન આપ્યા. કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે થરુરની ટીપ્પણી શરમજનક છે. જ્યારે ભાજપના પ્રવક્તા શાહનવાઝ હુસૈને કહ્યુ કે થરુરે તમામ મર્યાદાઓ વટાવી દીધી છે.
આ પહેલાં થરુર અનેક નિવેદનને લઈ વિવાદોમાં આવી ચૂક્યા છે. આ વર્ષના જુલાઈ મહિનામાં થરુરે કહ્યું હતું કે ભારતમાં મુસ્લિમોની સરખામણીમાં ગાય વધારે સુરક્ષિત છે.
શશી થરુરની આ ટીપ્પણી તેમના હિન્દુ પાકિસ્તાનના નિવેદન બાદ આવી હતી. તેમના રાજકીય હરીફોએ ખાસ્સી ટીકા પણ કરી હતી. થરુરે ટવિટ કરી લખ્યું હતું કે ભાજપના મંત્રીઓ સાંપ્રદાયિક હિંસામાં ઘટાડા અંગે યોગ્ય ઉતરી રહ્યા નથી. એવુ પ્રતિત થાય છે કે દેશમાં મુસ્લિમો કરતાં ગાયો વધારે સુરક્ષિત છે.
જો તેમને કોઈનું સોશિયલ મીડિયા અકાઉન્ટ હેક કરવાનું કહેવામાં આવે તો શું કરશો તો આનો જવાબ આપતા શશી થરુરે એક ઈન્ટરવ્યુમાં એવું પણ કહ્યું હતું કે તે પીએમ મોદીનું સોશિયલ અકાઉન્ટ હેક કરવા માંગે છે. કારણ કે ખબર પાડવી છે કે તેમના જૂમલા પાછળનું ખરું સત્ય શું છે.