મધ્ય પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીના શિવરાજ સિંહ ચૌહાણને વિધાયક દળના નેતા ચૂંટવામાં આવ્યા હતા, જે બાદ શિવરાજ સિંહ ચૌહાણે ચોથી વખત મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા.
મધ્ય પ્રદેશમાં રાજકીય ઘમાસાણ બાદ હવે ભારતીય જનતા પાર્ટીએ સરકાર બનાવી લીધી છે. રાજભવને મુખ્યમંત્રીના શપથ ગ્રહણ માટે રાત્રે 9 વાગ્યાનો સમય આપ્યો હતો. શિવરાજ સિંહ ચૌહાણે રાત્રે 9 વાગ્યે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. આ સાથે જ શિવરાજ સિંહ ચૌહાણ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી પદની ચોથી વખત શપથ લીધા.
શિવરાજ સિંહ ચૌહાણે સીએમ પદના શપથ લીધા બાદ ચોથી વખત મધ્ય પ્રદેશની કમાન સંભાળી છે. પ્રથમ વખત તે 29 નવેમ્બર 2005માં મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી બન્યા હતા. તે બાદ શિવરાજ સિંહ ચૌહાણ 12 ડિસેમ્બર 2008માં બીજી વખત સીએમ બન્યા, 8 ડિસેમ્બર 2013માં શિવરાજે ત્રીજી વખત સીએમ પદના શપથ લીધા હતા.