ભાજપના સાંસદ સુબ્રમણ્યામ સ્વામીએ ગાંધી પરિવારને લઈને એક ચોંકાવનારું નિવેદન આપ્છેયું. સ્વામીએ કહ્યું છે કે, સોનિયા ગાંધી અને તેમના પુત્ર રાહુલ ગાંધી ટુંક સમયમાં જ પોતાની નાગરિકતા ગુમાવી દેશે.
સ્વામી હૈદ્રાબાદ યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં કહ્યુ હતું કે, આ માટેની ફાઈલ અમિત શાહના ટેબલ પર છે. અને બહુ જલ્દી તેઓ પોતાની નાગરિકતા ગુમાવી દેશે.
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષા સોનિયા ગાંધીને લઈને કહ્યું હતું કે, રાહુલ ગાંધી તેમની માતાના નામે નાગરિકતા માટે આવેદન નહી કરી શકે. કારણ કે સોનિયા ગાંધી પોતે જ મૂળે ભારતીય નાગરિક નથી. આ બાબતની ફાઈલ ગૃહમંત્રી અમિત શાહના ટેબલ પર આવી ગઈ છે. જેથી હવે તેઓ ટુંક સમયમાં જ પોતાની નાગરિકતા ગુમાવી દેશે તેમ સ્વામીએ દાવા સાથે કહ્યું છે.