કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીના પેટમાં ઈન્ફેક્શન છે. તેમની દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હોસ્પિટલના ચેરમેન (બોર્ડ ઓફ મેનેજમેન્ટ) ડો.ડી.એસ.રાણાએ સોમવારે સાંજે જણાવ્યું હતું કે, સોનિયા ગાંધીને 2 ફેબ્રુઆરીએ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમના ટેસ્ટ ચાલી રહ્યા છે. તેમના પેટમાં ઈન્ફેક્શન લાગેલું છે, જેમની સારવાર કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, સોનિયા ગાંધીને રવિવારે સાંજે સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
