ગુજરાત ભાજપ સરકારના શિક્ષણ મંત્રી અને ઘોળકાના ધારાસભ્ય એવા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની જીતને પડકારતી ગુજરાત હાઈકોર્ટે ફગાવ્યા બાદ આજે સુપ્રીમ કોર્ટે પણ ફગાવી દીધી છે. કોંગ્રેસના પરાજિત ઉમેદવાર અશ્વિન રાઠોડે ચૂડાસમાની જીતને પડકારી છે અને ફેરમતગણતરી કરવાની માંગ કરી છે.
અશ્વિન રાઠોડે માંગ કરી છે કે ઘોળકા વિધાનસભાની ચૂંટણીમાં ઘાલેમેલ કરવામાં આવી છે. પાંચ બુથમાંથી વધારે વોટ નીકળ્યા હતા. જ્યારે 454 વોટ બેલેટ પેપર મારફત ગણાતા તે કોંગ્રેસને મળ્યા હતા. હવે 29મી તારીખે આ અંગે સુનાવણી હાથ ધરવામાં આવશે.
અશ્વિન રાઠોડની અરજીને ગુજરાત હાઈકોર્ટે સ્વીકાર્યા બાદ ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ તેને રદ્ કરવાની માંગ કરી હતી. પરંતુ ગુજરાત હાઈકોર્ટે પણ ચૂડાસમાની અરજીને રિજેક્ટ કરી હતી. અશ્વિન રાઠોડની અરજીને લઈ ભારે ટેન્શનમાં આવેલા ચૂડાસમાએ ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને ફરી સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ કર્યો હતો પરંતુ સુપ્રીમ કોર્ટ ે પણ ભૂપેન્દ્રસિંહને ઝટકો આપ્યો છે.
હવે ગુજરાત હાઈકોર્ટમાં આ અંગે સુનાવણી ચાલશે અને ભૂપેન્દ્રસિંહ માટે મુશ્કેલી ઉભી થઈ શકે એમ છે. ધોળકા વિધાનસભાની ચૂંટણી 2017માં યોજાઈ હતી અને તેમા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને 71530 વોટ મળ્યા હતા અને કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડને 71203 વોટ મળ્યા હતા. આમ ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા માત્ર 327 મતે જીત્યા હતા. આ જીતને અશ્વિન રાઠોડે કોર્ટમાં પડકારી છે. જો ચૂડાસમાની વિપરીત જજમેન્ટ આવ્યો તો મંત્રી અને ધારાસભ્ય પદ પર જોખમ આવી શકે છે.