ગયા વર્ષે મે મહિનાની ચોથી તારીખે સુરત સાંસદ દર્શના જરદોશે ડંક્કાઓવારા પર સફાઈ અભિયાન દરમિયાન JCB મશીન ચલાવ્યું હતું. JCB મશીન ચલાવવાનું લાઇસન્સ ન હોવા છતા મશીન ચલાવી સાંસદ દર્શના જરદોશ દ્વારા ટ્રાફિક નિયમનો ભંગ કરવામાં આવ્યો હતો.
સુરતના જાગૃત નાગરિક એવા સંજય એઝાવા દ્વારા કરવામાં આવેલી ફરિયાદના અનુસંધાને સુરત ટ્રાફિક સેક્ટર -1ના મદદનીશ પોલીસ કમિશનર કચેરી દ્વારા તાપસ કરીને “સાંસદ દર્શના જરદોશ ફક્ત ડ્રાઈવર સીટ પર બેસીને કામદારોની ઉત્સાહ વધારવા માટે ફોટો પડવામાં આવ્યો હતો એવો જવાબ આપીને ફરિયાદ રફેદફે કરવાના પ્રયાસો કરાયા હતા. પરંતુ તારીખ 11-6-18 ના રોજ ફરી સંજય એઝાવા દ્વારા સિટી પોલીસ કમિશનરને મશીન ડ્રાઈવ કરતો વીડિયો સાથે ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસ કમિશનરના આદેશાનુસાર ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર, ટ્રાફિક સેક્ટર-1 દ્વારા 24/8/18 ના રોજ સાંસદ દર્શના જરદોશ પાસેથી મોટર વ્હિકલ કલમ 181 મુજબ વગર લાઇસન્સે JCB ચલાવવા બદલ 500નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
ફરીયાદ બાદ સંજય એઝાવાએ કરેલી કાર્યવાહીની માહિતી નહિ આપતા RTI દ્વારા સમગ્ર મામલાની માહિતી માંગવામાં આવી જેના દ્વારા ઉપરોક્ત તમામ વિગતની જાણકારી મેળવવામાં આવી હતી.
માણસ સામાન્ય હોઈ કે વિશેષ કાયદો બધાં માટે સરખો છે એવું સાબીત કરવા માટે પણ જાગૃત નાગરિકોને લાંબી લડાઈ કરવી પડે તેવા હાલાત છે.