જયંતિ ભાનુશાળીની હત્યા મામલે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ જણાવ્યુ હતુ કે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધારે કથળી છે. રાજ્યનું ગૃહમંત્રાલય રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવી રાખવામાં નિષ્ફળ ગયુ છે. જેથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગૃહ મંત્રાલય છોડવુ જોઈએ. અર્જુન મોઢવાડિયાએ વધુમા જણાવ્યુ હતુ કે, જયંતિ ભાનુશાળી નલિયા કાંડના રાજદાર હતા. તેઓ નલિયા કાંડના અનેક રાજથી માહિતગાર હતા. જયંતિ ભાનુશાળી પર અનેક પ્રકારના આરોપ લગાવવામાં આવ્યા હતા. આવા નેતાઓ અંગે ભાજપમે મંથન કરવુ જોઈએ.
