આજે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો જન્મદિવસ છે. રાહુલ ગાંધીનો આજે 49મો જન્મદિવસ છે. ત્યારે રાહુલ ગાંધી પાર્ટી કાર્યકર્તાઓ સાથે ઉજવણી કરશે. રાહુલ ગાંધી પોતાના કાર્યકર્તાઓ સાથે મુલાકાત પણ કરશે અને જન્મદિવસની ઉજવણી કરશે.
ગુજરાતમાં યોજાશે વિવિધ કાર્યક્રમ
ગુજરાત સિહત દેશભરમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ વિવિધ રીતે રાહુલ ગાંધીના જન્મ દિવસની ઉજવણી કરશે. તો રાહુલ ગાંધીના જન્મ દિવસને લઈને ગુજરાતમાં રક્તદાન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
ઠેર-ઠેરથી શુભેચ્છા વરસાદ
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો આજે 48મો જન્મદિવસ હોવાથી દેશભરના કોંગ્રેસી કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવ મળ્યો હતો, પાર્ટીના વડાના જન્મદિનને પગલે દેશભરમાં કોંગ્રેસ દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ સાથે જ તેમને શુભેચ્છાનો વરસાદ થઇ રહ્યો છે.