ઉત્તર પ્રદેશના જેલ મંત્રી જય કુમાર સિંહ જૈકીએ એક અનોખુ નિવેદન આપ્યુ છે, તેમણે કહ્યું કે ભણેલા-ગણેલા લોકો માહોલ ખરાબ કરે છે. નેતાઓનું શિક્ષિત થવુ જરૂરી નથી.
જયકુમાર સિંહ જૈકીએ કહ્યું કે હું એક મંત્રી છું,મારી પાસે એક અંગત સચિવ હોય છે, સ્ટાફ હોય છે, જેલ મારે થોડી ચલાવવાની છે, તેની માટે જેલ અધીક્ષક છે, જેલર છે, તેમણે જેલ ચલાવવાની છે. મારે તો એવુ કહેવુ છે કે જેલમાં ભોજન સારૂ બને, જેલનું મેનેજમેન્ટ સારૂ હોય, નેતાઓએ ભણવા-ગણવાની જરૂર નથી. જેલ મંત્રીએ કહ્યું કે, નેતાઓ માટે ભણવા-ગણવાની નહી તેમણે વિજનરી હોવી જોઇએ.
નેતાઓના જ્ઞાનનું તેની ડિગ્રી સાથે કોઇ લેવા દેવા નથી. જો મે કહ્યું કે આઇટીઆઇ બનવાની છે તો આ કામ એન્જિનિયરનું છે તે કેવી રીતે બનશે. મંત્રીએ કહ્યું, આઇએએસ, આઇપીએસ જ્યારે સાથે બેસે છે તો કહેશે કે પેલો ધારાસભ્ય હાઇસ્કૂલ પાસ છે, તે ઇન્ટર પાસ છે તેણે કઇ આવડતુ નથી. વગર ભણેલા-ગણેલા લોકોને ચલાવે છે. મંત્રીએ કહ્યું કે સમાજમાં ભણેલા લોકો જ ખોટો માહોલ ઉભો કરી રહ્યા છે.