ફિલ્મ અભિનેત્રી ઉર્મિલા માતોંડકર કોંગ્રેસમાં જોડાઈ ગઈ છે. રાહુલ ગાંધીએ કોંગ્રેસમાં જોડાવા બદલ ઉર્મિલાનુ સન્માન કરીને તેને બૂકે આપ્યો હતો.ઉર્મિલાએ કહ્યું હતું કે,આજે એવા નેતાની જરુર છે જે બધાને સાથે લઈને ચાલે અને તમામને ન્યાય અપાવે.મારી નજરમાં રાહુલ ગાંધી આવા જ નેતા છે.ઉર્મિલાને ઉત્તરી મુંબઈની બેઠક પરથી કોંગ્રેસ ટિકિટ આપી શકે છે.
ઉર્મિલાએ પોતાના નવ વર્ષ નાના કાશ્મીરી બિઝનેસમેન મોહસિન મીર સાથે લગ્ન કર્યા છે.42 વર્ષીય ઉર્મિલાએ એક પ્રાઈવેટ મેરેજ સેરેમનીમાં મોહસિન સાથે લગ્ન કરીને તમામને આશ્ચર્ય આપ્યુ હતુ.
મોહસિન સાથે ઉર્મિલાની મુલાકાત કોમન ફ્રેંડ મનિષ મલ્હોત્રા થકી થઈ હતી.મોહસીન મોડેલ પણ છે અને ઝોયા અખ્તરની ફિલ્મ લક બાય ચાન્સમાં અભિનય પણ કરી ચુક્યો છે.