કેન્દ્રની મોદી સરકારે સવર્ણ જ્ઞાતિઓ માટે 10 ટકા અનામતની જાહેરાત કર્યા બાદ લોકસભા પાસ કર્યું અને હાલ રાજ્યસભામાં આ અંગે ચર્ચા ચાલી રહી છે ત્યારે ગુજરાતના દલિત યુવા નેતા અને વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ ટવિટ કરી કેન્દ્રની મોદી સરકારના નિર્ણય અંગે કેટલાક ભયવાહ સંકેતો આપ્યા છે.
જિજ્ઞેશ મેવાણીએ ટવિટ કરી લખ્યું કે RSSના લોકો સાથે વાત થઈ છે. ભાજપે 10 ટકા ગરીબોને અનામત કેમ આપી રહ્યો છે. તો માલૂમ થઈ રહ્યું છે કે આ તો ખૂબ જ ખતરનાક છે. RSS જાતિગત અનામતની હંમેશથી વિરુદ્વમાં રહ્યું છે. હવે તેઓ પ્રથમ ચરણમાં બંઘારણનમાં સંશોધન કરી આર્થિક સુધાર કરશે અને બાદમાં એસ-એટી અને ઓબીસીની સંપૂર્ણ અનામત ખલાસ કરી નાંખશે. માત્ર આર્થિક આધાર પર અનામત રહેવા દેશે.