ગુજરાત વિધાનસભાની મુદત નવેમ્બર-ડિસેમ્બરમાં પૂરી થઇ રહી છે. ચૂંટણી યોજવાને લઈને રાજકીય વર્તુળોમાં વિવિધ અટકળો ચાલી રહી છે. આ અટકળોની વચ્ચે મુખ્યમંત્રી વિજય રુપાણીએ મહત્વનું નિવેદન આપ્યું છે.
વહેલી ચૂંટણીની અટકળો વચ્ચે આજે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ નિવેદન આપ્યું હતું. એમણે જણાવ્યું હતું કે ‘ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી થવાના સમાચાર હાલ વાયરલ થયા છે, જે પાયાવિહોણા છે. રાજયમાં નિયત સમયે જ ચૂંટણી યોજાશે.’ ઉત્તર પ્રદેશની ચૂંટણી સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી કરવાના જે સમાચાર સામે આવ્યા છે તે અંગે રૂપાણીએ જણાવ્યું હતું કે ‘યુપીની ચૂંટણી સાથે ગુજરાતને કોઇ લેવાદેવા નથી’.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપ સહિત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ જોરશોરથી તૈયારીઓ શરુ કરી દીધી છે. કાર્યકરોનો જુસ્સો વધારવા માટે કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે.