શારદા ચીટ ફંડ અનો રોઝ વેલી મામલે મમતા બેનરજી અને સીબીઆઈ આમને સામને આવી ગયા છે. કોલકાતા પોલીસ કમિશ્નર રાજીવ કુમારની પૂછપરછ માટે આવેલા સીબીઆઈના પાંચ પોલીસ અધિકારીની રાજ્ય પોલીસે અટકાયત કરી લીધી હતી. જોકે, બાદમાં તેમને છોડી મૂકવામાં આવ્યા હતા. મમતા બેનરજી પોતાના એક પોલીસ અધિકારી માટે સીધા કેન્દ્ર સરકાર સામે ઘર્ષણમાં ઉતરી આવ્યા છે. તો જાણીએ કોણ છે એ પોલીસ અધિકારી જેમણે બંગાળ સહિત આખા દેશની રાજનીતિમાં ભૂંકપ સર્જ્યો છે.
રાજીવ કુમાર બંગાળના 1989ની બેચના આઈપીએસ અધિકારી છે. હાલમાં તેઓ કોલકાતા પોલીસના વડા છે. રાજીવ કુમારને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીના નજીકના માનવામાં આવે છે. તેઓ ઉત્તર પ્રદેશના ચંદૌસીના રહેવાસી છે. રાજીવ કુમારના પિતા આનંદ કુમાર ચંદૌસીની એસએમ કોલેજમાં પ્રોફેસર હતા. જે બાદમાં તેમનો પરિવાર અહીં જ વસી ગયો હતો. રાજીવ કુમારે આ જ યુનિવર્સિટીમાંથી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. તેઓ ઉત્તર પ્રદેશ કેડરના આઈપીએસ અધિકારી છે, પરંતુ બાદમાં તેઓ પશ્ચિમ બંગાળ ચાલ્યા ગયા હતા.