સુપ્રીમ કોર્ટે મંગળવારે ભાજપ અને કોંગ્રેસ સહિત આઠ પક્ષોને દંડ ફટકાર્યો છે. આ આઠ પક્ષોએ ક્રિમીનલ રેકોર્ડ ધરાવતા ઉમેદવારોની માહિતી સાર્વજનિક કરી ન હતી. સુપ્રીમ કોર્ટના આકરા વલણ બાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આની અસર જોવા મળશે કે કેમ તે એક પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે.
સુપ્રીમ કોર્ટે આ ઉપરાંત 48 ક્લાકમાં જ ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારોના ક્રિમીનલ બેકગ્રાઉન્ડ અંગે જાહેરમાં વિજ્ઞપ્તિ આપવાના નિર્દેશ પણ આપ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી ઢૂંકડી આવી રહી છે. મોટાભાગે જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજાય તેવી શક્યતા છે ત્યારે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણી ગુનાહિત રેકોર્ડ ધરાવતા ઉમેદવારોને ટીકીટ આપવામાં નહીં આવશે કે પછી રગશિયા ગાડાની જેમ રાજકીય રોટલી શેકવા માટે તેમને ટીકીટ આપવામાં આવશે?આ એક મોટો વિચાર માંગી લે તેવો પ્રશ્ન છે.
ગુજરાત વિધનાસભમાં 182 ધારાસભ્યો પૈકી કેટલાકની સામે ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે અને કેટલાકને નીચલી કોર્ટ તથા હાઈકોર્ટ દ્વારા સજા પણ ફટકારવામાં આવી છે. આવા ધારાસભ્યોમાં ભાજપમાં સૌથી વધુ છે જ્યારે કોંગ્રેસ સેકન્ડ નંબરે આવે છે. 2022માં આવી રહેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ કલૂષિત ઈમેજ ધરાવતા નેતાઓને કોરાણે મૂકે છે કે કેમ તે જોવાનું રહે છે.