- રામનું મંદિર બનાવવામાં અયોધ્યામાં કેવા અત્યાચારો થયા તેની સત્ય વિગતો
Ayodhya: અયોધ્યામાં ભાજપને લોકોએ હરાવ્યા બાદ હવે ભાજપ અને સંઘ વચ્ચે શાબ્દીક યુદ્ધ શરૂ થયું છે. અંદરની લડાઈ બહાર આવી રહી છે. ચૂંટણી સમયે આ લડાઈ ન થઈ પણ ચૂંટણીમાં મોદી ફરી એક વખત વડાપ્રધાન બન્યા પછી જ સંઘે લડાઈ છેડી છે. આ લડાઈ એક માત્ર દેખાવ છે. લોકોને ધ્યાન ભટકાવવા માટે છે તેની મુંજવણ લોકોમાં છે.
આ વધાની વચ્ચે અયોધ્યામાં રામ મંદિર ઉડાવી દેવાની ધમકી જૈસે અહેમદ આપવામાં આવી હતી.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના નેતા ઈન્દ્રેશ કુમારે નિવેદનમાં કહ્યું કે ભગવાન રામની પ્રતિજ્ઞા લેનાર લોકો હવે સત્તામાં છે. જે લોકો ભગવાન રામની પૂજા કરતા હતા તેઓ ધીમે ધીમે અહંકારી બની ગયા હતા. ઘમંડના કારણે ભગવાન રામે તેને 241 પર રોકી દીધી હતી.
સંઘના સુપ્રિમો મોહન ભાગવતે ભાજપના મોદી અને શાહનું નામ લીધા વગર કહ્યું કે તેઓ ઘમંડી બની ગયા છે.
મોદી અને મનમોહન વચ્ચે જંગ જામ્યો છે. તે પણ ચૂંટણી પછી. ચૂંટણી ચાલુ હતી ત્યારે ભાજપ અને મોદી જે કંઈ અહંકારી ભાષા બોલી રહ્યાં હતા ત્યારે મોહન મૌન હતા.
સંઘની શક્તિ તૂટી
સંઘથી અગલ થયેલા લોકો માને છે કે સંઘની ચાર મહત્વની પાંખો કે સંગઠનો હતા તેની એક પછી એક મોદીએ કાપી નાંખી હતી. વિશ્વ હિંદુ પરિષદના ડો. પ્રવિણ તોગડિયા, ભારતીય મજદૂર સંઘ, કિસાન સંઘ, હવે ભાજપ સંઘથી દૂર ગયો છે. આ 4 શક્તિ ઓછી કરી છે. જેનાથી સંઘની 80 ટકા તાકાત ઓછી થઈ ગઈ છે. પ્રવિણ તોગડિયાને હટાવીને વિશ્વ હિન્દુ પરિષદની શક્તિ 10 ટકા થઈ ગઈ છે.
મોદીએ સંઘનું સાંભળવાનું અને માનવાનું બંધ કરી દીધું હતું.
પ્રમુખ જેપી નડ્ડાએ કહ્યું હતું કે સંઘની હવે ભાજપને જરૂર નથી. હવે સંઘ વગર જ મોદી આગળ વધવાના છે. નવા રાષ્ટ્રીય પ્રમુખ અને ગુજરાત ભાજપના નવા પ્રમુખ બની શકે કે સંઘ સાથે નાતો ન ધરાવતા હોય. દેશની તમામ સંગઠન મંત્રીઓ સંઘના છે તેમને એક પછી એક દૂર કરે અને નવી નિમણુંક બીન સંઘીઓને આપે.
આ ચૂંટણીમાં સંઘની સમન્વય બેઠકો થઈ હતી તેમાં કહેવામાં આવ્યું તે જેને મત આપવો હોય તેને આપો.
મોહન ભાગવતે મસ્જિદ જવાનું કર્યું ત્યારથી જ સ્વયં સેવકમાં પ્રશ્નો ઉભા થયા છે.
મોદી અહંકારી છે અને મોહન ભાગવત પણ અહંકારી છે. મોદીથી 110 ટકા ભાગવત અહંકારી છે
10 વર્ષ સુઘી આ ચાલતું મોહન કેમ મૌન રહ્યા હતા.
ખેડૂતો આંદોલન 700 લોકો મરી ગયા તો મૌન કેમ હતા.
કાશ્મીરમાં કાયમ હિંદુ અને લશ્કરના લોકોની હત્યા થતી હતી ત્યારે કેમ મૌન હતા.
ગૌરક્ષકને મોદીએ ગુંડા કહ્યું ત્યારે તેઓ કેમ મૌન રહ્યા.
કૃષ્ણનું રાજ્ય ગુજરાત, શિવ નગરી કાશી અને રામ નગરી અયોધ્યામાં મંદિરો તુટતા હતા ત્યારે મોહન કેમ મૌન રહ્યા હતા. ભાજપ જીતે પછી જ સંઘને વલોપાત કેમ ઉપડે છે.
ગુજરાતમાં 5 હજાર મંદિરો તોડવામાં આવ્યા હોવાનો આરોપ પૂર્વ મુખ્ય પ્રધાન મોદી પર છે.
કાશીમાં લગભગ 600 પરિવારોને હાંકી કાઢવામાં આવ્યા હતા. 300 ઘર તોડી પડાયા હતા. કાશીમાં કરદાતાના 600 કરોડનું રોકાણ કર્યું હતું. કાશી વિશ્વનાથ કોરિડોરમાં મંદિરો તોડવા માટે ગુજરાતની એક કંપનીના મજૂરોએ કામ કર્યું હતું.
2300 મંદિરોના શહેર કાશીમાં 200 મૂર્તિ તોડવામાં આવી હોવાના આરોપો મૂકવામાં આવ્યા હતા.
રામનગરી અયોધ્યામાં 30થી 45 મંદિરો તૂટ્યા ત્યારે ભાગવત કેમ મૌન હતા.
રામ નગરી અયોધ્યામાં મંદિર તોડવા અને ખાનગી મિલકત તોડવાનો વિવાદ ફરી એક વખત આખા દેશમાં ઊભો થયો છે. ફૈઝાબાદ લોકસભા બેઠકમાં અયોધ્યા આવે છે. અહીં સમાજવાદી પાર્ટીના અવધેશ પ્રસાદના હાથે ભાજપના ઉમેદવાર લલ્લુ સિંહની હાર પાર્ટી માટે શરમજનક બાબત બની ગઈ છે. તેની પાછળ એવા કારણો આપવામાં આવી રહ્યાં છે કે ભાજપની સરકારે અહીં મંદિરો અને ખાનગી મકાનો તોડતા લોકો નારાજ થયા હતા. તેથી ભાજપ અને સંઘના કાર્યકરો અયોધ્યાના લોકોને રીતસર ગાળો આપી રહ્યાં છે.
55 હજાર મતથી ભાજપ હાર્યો છે. તે પણ અયોધ્યા વિધાનસભા બેઠકના મતદારોએ ભાજપને અત્યાચારનો જવાબ આપીને સૌથી ઓછા મત આપ્યા છે.
જ્યાં રામ મંદિરનું નિર્માણ થયું હતું તે જ લોકસભા મતવિસ્તારમાં ભગવા પક્ષની હારને પક્ષ કે તેના સમર્થકો પચાવી શક્યા નથી. ભાજપની હારનું સૌથી મોટું કારણ રામ મંદિર બનાવવા માટે લોકોની દુકાનો અને મકાનો તોડી પાડ્યા તે છે. લોકો ખૂબ જ દુઃખી અને નારાજ છે.
આખા શહેરને એક જ થીમમાં શણગારવામાં આવી રહ્યું છે. શહેરની સજાવટ કરતી વખતે તેમના ઘર અને દુકાન બરબાદ થઈ ગયા છે.
રામ જન્મભૂમિ પથ, ભક્તિ પથ અને રામ પથને પહોળો કરવાને કારણે લગભગ 4 હજાર લોકોના ઘર અને દુકાનોને અસર થઈ છે. 45 મંદિર અને 15 મસ્જિદ તૂટ્યા છે.
પહેલો ભક્તિ પથ,
આ રસ્તો હનુમાનગઢીથી રામ મંદિર સુધી જાય છે. તેની લંબાઈ લગભગ 900 મીટર છે. અગાઉ આ રોડ લગભગ 7 મીટર પહોળો હતો જે હવે 14 મીટર છે.
બીજો રસ્તો
બિરલા ધર્મશાળાથી રામ મંદિર-જન્મભૂમિ પથ સુધી જાય છે. તેનું અંતર પણ 800-900 મીટર છે. આજે આ રોડ 30 મીટર સુધી પહોળો છે. પહેલા તે બહુ નાની શેરી હતી.
ત્રીજો રસ્તો – રામ પથ
રામ પથ 13 કિલોમીટર લાંબો છે, ફૈઝાબાદથી લતા મંગેશકર ચોકડી સુધીનો આ રસ્તો પહેલા 10-12 મીટર પહોળો હતો અને હવે તે 20 મીટર છે.
14 કિલોમીટર લાંબો રામપથ બનાવવામાં આવ્યો છે. ભક્તિ માર્ગ અને રામજન્મભૂમિ માર્ગ પણ છે. જેની પાસે કાગળો હતા તેમને જ વળતર મળ્યું છે. 30 મંદિરો અને 15 મસ્જિદો અને કબરો હતી. ગુદરી બજાર પાસે એક મસ્જિદ છે, જે લગભગ અઢીસો વર્ષ જૂની છે. ભક્તિ પથ અને જન્મભૂમિ પથની સરખામણીમાં સૌથી લાંબો રસ્તો છે.
પૂજારીએ કહ્યું- વિકાસ અને વિનાશ એક સાથે ચાલે છે. 30થી 45 મંદિરો, 12 મસ્જિદો અને બે કબરો સંપૂર્ણ તોડાયા હતા. દરેક સાથે સંવાદ કર્યો હોવાનો દાવો સરકાર કરી રહી છે. એકમાત્ર મસ્જિદ વિશે જેનો કેસ હાઈકોર્ટમાં પહોંચ્યો છે. શંકરનું મંદિર 400 વર્ષ જૂનું છે, જ્યારે હનુમાનજીનું મંદિર 200 વર્ષ જૂનું છે. જે તોડી પડાયા.
લોકોને પોતાની પીડા છે.
મકાનો અને દુકાનોને ગેરકાયદેસર હતા એ મકાનો તોડી પડાયા પણ તેને વળતર આપ્યું નથી. કાયદેસર તોડી પડાયા તેને પણ ઓછું વળતર આપ્યું છે. ઘર નાના અપાયા છે.
13 ફૂટ ઘર તોડ્યું તેને માત્ર 1.5 લાખ રૂપિયાનું વળતર સરકારે આપ્યું હતું.
સંયુક્ત કુટુંબ રહેતા હતા તેમના ઘણા મકાનો નાના થઈ ગયા છે.
પંચકોશી પરિક્રમા માર્ગ બનાવવામાં ચારેબાજુ તોડફોડ કર્યું છે.
તેઢી બજાર ચોક
તેઢી બજારથી રામકોટ તરફ લગભગ ત્રણ કિલોમીટર ચાલીને રામજન્મભૂમિ સુધી જવાનું છે.
રામજન્મભૂમિને અડીને આવેલી જમીનને રામકોટ વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. અયોધ્યા મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર 54માં રામ મંદિર છે.
અહિરાણા મોહલ્લા, દુરાહી કુઆન, કટરા મોહલ્લા, મૌર્ય મોહલ્લા, કૌશલ્યા ઘાટ, રાજ ઘાટ અને રેનબસેરામાં લોકોના ઘર અને દુકાનો પણ સંપૂર્ણ રીતે તોડી પાડવામાં આવી છે.
બાબરી મસ્જિદ (હવે રામ મંદિર)થી લગભગ 10 મીટરના અંતરે અહિરાણા મોહલ્લા (યાદવ પ્રભુત્વ ધરાવતો મોહલ્લા)ના 25થી વધુ પાકાં મકાનો હતા, જેને તોડી પાડવામાં આવ્યા છે. આમાંથી મોટાભાગના લોકોને એક પૈસો પણ આપવામાં આવ્યો નથી.
રાજન યાદવ
રાજન યાદવના પરિવારનું ઘણી પેઢીઓનું ઘર અઢી એકર જમીન (અંદાજે 3 હજાર ચોરસ ફૂટ) પર બાંધવામાં આવ્યું હતું. સરકારે આ જમીન છીનવી લીધી છે. તેને રહેવા માટે મકાન આપ્યું નથી. ડિસેમ્બર 2023માં રાજન યાદવ પોતાના બીજા એક પ્લોટ પર ઝૂંપડીમાં તેના વૃદ્ધ પિતા, માતા અને ત્રણ બહેનો સાથે રહેવું પડે છે. કારણ કે મકાન બનાવવા માટે તેની પાસે રૂપિયા નથી. રાજને રાષ્ટ્રીય કક્ષાએ કુસ્તી રમીને પોતાના ગામ અને જિલ્લાને પ્રખ્યાત બનાવ્યું હતું. તે કહે છે કે, કોઈનું ઘર તોડીને રામ મંદિર બનાવવું એ સારી વાત નથી. તેમના ફળિયા વિસ્તારમાં લગભગ સાત પરિવારો એવા છે જેમને એક પૈસો પણ મળ્યો નથી.
ઇન્દ્રદેવનું મકાન શેરી પહોળી થવાના કારણે તોડી પાડવામાં આવ્યું હતું. 7 લાખ રૂપિયા મળ્યા છે.
એક મહંતને 1 કરોડ 10 લાખ રૂપિયાનું વળતર મળ્યું છે.
ધમકી
મકાનો તોડવા માટે કોઈ સુનાવણી કરી નથી. મકાન ખાલી કરો, જો તમે નહીં કરો તો તેઓ તેને બુલડોઝર વડે બળપૂર્વક તોડી પાડશે. મ્યુનિસિપલ કમિશનર કે કલેક્ટર જેવા અધિકારીઓએ અયોધ્યામાં ગરીબો પર અત્યાચાર કર્યા હતા. ઈન્દ્રદેવ રસ્તા પર આવી ગયા છે તેના દાદા લશ્કરમાં હતા.
સત્તાવાર જવાબ
ફેઝલાબાદ જિલ્લા કલેક્ટરે પ્રતિક્રિયા આપીને કહ્યું હતું કે, રામ પથ, ભક્તિ પથ, જન્મભૂમિ પથ, પંચકોશી અને 14 કોસી પરિક્રમા માર્ગને પહોળો કરીને અસરગ્રસ્ત મકાનમાલિકો અને દુકાનદારોને યોગ્ય વળતર આપવામાં આવ્યું હતું. 4616 દુકાનદારોને અસર થઈ હતી. આંશિક રીતે તોડી પાડવામાં આવેલી દુકાનો 4215 હતી. દુકાનદારોને વળતર આપવામાં આવ્યું હતું. આંશિક અસરગ્રસ્ત ધંધાના બદલામાં એક્સ-ગ્રેશિયાની રકમ પણ આપવામાં આવી હતી. તેમની દુકાનોને સુશોભિત કરવામાં આવી છે. તમામ દુકાનદાર આ જગ્યાએ પોતાનો ધંધો ચલાવી રહ્યા છે.
1250 કરોડ વળતર
અસરગ્રસ્તોને 1253 કરોડ રૂપિયા વળતર તરીકે આપવામાં આવ્યા છે. 1845 જમીન માલિક કે મકાન માલિક પ્રભાવિત થયા હતા. વળતર તરીકે રૂ. 300 કરોડ 67 લાખ આપવામાં આવ્યા છે.
કુલ 401 દુકાનદારોને સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા, જેમાંથી 339 દુકાનદારોને અન્ય જગ્યાએ દુકાનો આપી છે. 10 લાખ રૂપિયા સુધીનું વળતર તેના ખાતામાં અલગથી ચૂકવવામાં આવ્યું છે.
79 પરિવારો સ્થળાંતરિત થયા હતા તેઓનું પુનઃસ્થાપન કરવામાં આવ્યું છે.
રામ મંદિરના દરવાજાથી બસો મીટર દૂર આવેલા રામ ગુલેલા મંદિરની જમીન પર 36 દુકાનો હતી. હનુમાનગઢીથી રામ મંદિરના રસ્તે રામગુલેલા મંદિર આવેલું છે. 2022માં હનુમાનગઢી મંદિરની સામે આવેલી 28 દુકાનો અને રામ ગુલેલા મંદિર પાસેની 36 દુકાનો તોડી પાડવામાં આવી હતી.
પ્રશાસનના લોકોએ અમને માર માર્યો. દુર હાંકી કાઢ્યા. સામાન લેવા દીધો નહીં. મોડી રાત્રે દુકાનમાં તોડફોડ કરવામાં આવી હતી. અમારો સામાન પણ છીનવી લેવામાં આવ્યો હતો. બાદમાં પરત કરવામાં આવ્યો હતો. સરકારે 1 લાખ રૂપિયા આપ્યા છે. દુકાન આપવાનું સરકારે વચન આપ્યું હતું, સરકાર દુકાન આપવાની હતી પણ તેના માટે 25-30 લાખ રૂપિયા માંગી રહી હતી.
અયોધ્યામાં દલિતની જીત સંઘ સાંખી શક્યો નથી. તેના કાર્યકરો સાંખી શક્યા નથી. તેથી અયોધ્યા વાસીઓને સોશિયલ મિડિયામાં ગાળો આપી રહ્યાં છે.
અવધેશ પ્રસાદે ભાજપના ઉમેદવાર લલ્લુ સિંહને 54,567 મતોથી હરાવ્યા હતા.
ભારતીય જનતા પાર્ટીએ અયોધ્યા ગુમાવ્યું છે. બીજેપીના લલ્લુ સિંહને 4,99,722 વોટ મળ્યા. જ્યારે સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અવધેશ પ્રસાદ (SP)ને 5,54,289 મત મળ્યા હતા. હારનું માર્જિન 54,567 હતું.
ભાજપ છેલ્લા ત્રણ દાયકાથી રામ મંદિરના નામે રાજનીતિ કરી રહી છે. રથયાત્રા અને બાબરી મસ્જિદના ધ્વંસથી લઈને ભૂમિપૂજન સુધી. પછી ‘રામ લાલાના’ અભિષેક સુધી. પરંતુ રામ મંદિરના નિર્માણના માંડ ચાર મહિના પછી ભાજપે ફૈઝાબાદ લોકસભા બેઠક ગુમાવી દીધી.
30 વર્ષથી ચૂંટણીનો મુદ્દો રામ
રામ મંદિરનું નિર્માણ એ ભાજપની મુખ્ય વૈચારિક યોજનાઓમાંથી એક છે. આ ચૂંટણીમાં મુદ્દો હતો. ભાજપની રેલીઓમાં ‘મંદિર વહી બનાયા હૈ’, ‘500 વર્ષ પછી રામ લલા પોતાના ઘરે આવ્યા’ અને ‘જો રામ કો લાયે હૈ, હમ ઉનકો લાયેંગે’ જેવા નારા લગાવવામાં આવતા હતા.
1984થી મંદિરના તાળા કોંગ્રેસે ખોલ્યા ત્યારથી અત્યાર સુધી, સપા અને કોંગ્રેસ બે-બે વાર ફૈઝાબાદ સીટ જીતી ચૂક્યા છે. 1991માં રથયાત્રા પછી અયોધ્યામાં ભાજપનું વર્ચસ્વ વધ્યું હતું. આ બેઠક પર ભાજપના વિનય કટિયાર 1991, 1996 અને 1999 એમ ત્રણ વખત જીત્યા હતા. તેઓ કુર્મી નેતા હતા અને હિન્દુત્વનો ચહેરો હતા. 2004માં ભાજપે વિનય કટિયારની ટિકિટ રદ કરીને લલ્લુ સિંહને આપી હતી. બસપાના મિત્રસેન યાદવ સામે હારી ગયા, જેઓ અહીંથી 1989માં કમ્યુનિસ્ટ પાર્ટીની ટિકિટ પર અને 1998માં એસપીની ટિકિટ પર જીતીને સાંસદ બન્યા હતા. લલ્લુ સિંહ પહેલીવાર 2014 અને 2019માં અહીંથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. આ વખતે તેની સ્પર્ધા અવધેશ પ્રસાદ સાથે હતી. નવ વખતના ધારાસભ્ય અને સપાના અગ્રણી દલિત ચહેરા માંથી એક છે. તે જીતી ગયા. તે કહે છે કે, ભાજપ તેની ઈજ્જત બચાવી શક્યા નથી.
દાયકાઓ સુધી ચાલેલા લોહિયાળ વિવાદ બાદ સુપ્રીમ કોર્ટના આદેશ પર રામ મંદિરનું નિર્માણ થયું હતું. રામ મંદિર મોટો મુદ્દો બની શક્યો નથી. સ્થાનિક લોકો ત્યાં થઈ રહેલી અસુવિધાથી નાખુશ હતા.
અયોધ્યાના ઘણા ગામો મંદિર અને એરપોર્ટની આસપાસ થઈ રહેલા જમીન જપ્તીથી નારાજ છે.
ભાજપ સમર્થકોનું જૂનું સૂત્ર છે – ‘અયોધ્યા તો બસ એક ઝલક છે, કાશી-મથુરા બાકી છે’. અવધેશ પ્રસાદના સમર્થકોએ અલગ સૂત્ર આપ્યું – ‘ન તો મથુરા, ન કાશી.. આ વખતે અવધેશ પ્રસાદ’. 1957 પછી આ પ્રથમ વખત છે જ્યારે ફૈઝાબાદના લોકોએ અનુસૂચિત જાતિના પ્રતિનિધિને સંસદમાં મોકલ્યા છે.
યાદવ બહુમતી છે. દલિતો 21% છે. મુસ્લિમ 18% છે. લોકસભામાં 5 ધારાસભ્યોમાંથી 4 ભાજપના છે. જેમાં અયોધ્યામાં 1 લાખ 4 મત હતા. જેમાં 1 લાખ 4600 મત મેળવીને બસપાએ 4 હજાર લીડ મળી છે. જેના આધારે ત્ો જીત્યા છે. એટલે કે અયોધ્યાએ ભાજપને હરાવ્યો છે.
ભાજપના નેતા સચ્ચિદાનંદ પાંડે ચૂંટણીમાંથી દૂર રહ્યા હતા. તે બસપામાં જોડાયા હતા.
નંદુ ગુપ્તા
સમાજવાદી પાર્ટીના નેતા અને અયોધ્યા ઉદ્યોગ વેપાર મંડળના પ્રમુખ, નંદુ ગુપ્તા, જેઓ પહોળા કરવા દરમિયાન અસરગ્રસ્ત વેપારીઓ માટે લડત ચલાવી રહ્યા છે. આ પહોળા થવાથી 4 હજારથી વધુ દુકાનદારોને અસર થઈ છે. તે જ સમયે, લગભગ 1600 લોકોએ તેમની દુકાનો ગુમાવી દીધી હતી. વહીવટીતંત્ર આ આંકડો આઠસો પર મૂકે છે. આ અંગે અમારી વચ્ચે ચર્ચા થઈ હતી અને અમે તેમને અસરગ્રસ્તોની સંપૂર્ણ યાદી આપી હતી.
ભક્તિ માર્ગ અને જન્મભૂમિ માર્ગ પર તોડી પાડવામાં આવેલી દુકાનો બહાર સારી બનાવીને પેઇન્ટ કરવામાં આવી છે.
દુકાન આપીને પૈસા લીધા
સરકાર દ્વારા તરત જ 1 લાખ રૂપિયાની પુનર્વસન સહાય આપવામાં આવી હતી. સરકાર દુકાન પણ આપશે, એવું વચન આપ્યું હતું. પરંતુ તે સમયે એવું કહેવામાં આવ્યું ન હતું કે સરકાર દુકાનના બદલામાં પૈસા પણ લેશે. હવે પૈસા પણ માંગે છે. અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટીએ પાર્કિંગ કોમ્પ્લેક્ષમાં દુકાનદારોને દુકાનો ફાળવી છે. તેના બદલામાં સત્તાધિકારી 20થી 25 લાખ રૂપિયાની મોટી રકમ વસૂલી રહી છે. અન્ય ઘણી શરતો છે. 30 વર્ષની લીઝ પર તે છે.
ગીચ શહેર
અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને ‘સુવર્ણ અધ્યાય’ અને ‘ઐતિહાસિક’ જીત માને છે. પરંતુ તે જ સમયે, તેઓએ તે જ શહેરમાંથી વિરોધના અવાજો પણ સાંભળ્યા છે. અયોધ્યા જૂનું અને ગીચ વસ્તી ધરાવતું શહેર છે. રસ્તાઓની બંને બાજુએ નાની-મોટી દુકાનો અને ઘર કે મંદિરના દરવાજા તોડી પાડવામાં આવ્યા છે.
અહીં મંદિર બનાવવા માટે જમીન ખરીદીમાં મોટા ગોટાળા થયા હતા. લાખની જમીન લઈને મંદિરને કરોડમાં આપવાનું કૌભાંડ ભાજપના મેયરે કર્યું હતું. તે અંગે સરકારે કંઈ કર્યું નથી.
જમીનના કાળા બજાર
ચુકાદા બાદ અહીં જમીનના ભાવ ઝડપથી વધી ગયા. દુકાનના ભાડા વધી ગયું. ઘણાં ખેડૂતો કે લોકોનું ભવિષ્ય અંધકારમય બની ગયું છે. ડરના કારણે તે કશું બોલી પણ શકતો નથી.
ખેતીની જમીન પડાવતી સરકાર
એક વર્ષમાં માઝા તિહુરા ગામમાં અમિતાભ બચ્ચનએ અહીં જમીન ખરીદી કરાર થયા છે.
મુંબઈ સ્થિત રિયલ એસ્ટેટના અભિનંદન લોઢા મહારાષ્ટ્રના પર્યટન મંત્રી અને જાણીતા ઉદ્યોગપતિ મંગલ લોઢાના પુત્ર છે. તેમની કંપની HOABL એસ્ટેટ હોલ્ડિંગ પ્રાઇવેટ લિમિટેડે મે 2023 થી માઝા તિહુરામાં 75 પ્લોટ જમીનની ખરીદી અને વેચાણ શરૂ કર્યું હતું. અયોધ્યામાં 10.30 હેક્ટર એટલે કે લગભગ 25 એકર જમીન રૂ. 14 કરોડમાં ખરીદી છે. આ જમીન માટે HOABL દ્વારા ચૂકવવામાં આવેલી કિંમત 38. કરોડ 10 છે લાખ 22 હજાર 556 રૂપિયા છે. 50 ટકા ભાવ ચેકથી અપાય છે. બીજા બ્લેકથી. સરકાર જમીન લઈ લેશે એવો ડર છે. જેના કારણે ગામ લોકો કંપનીને જમીન વેચી રહ્યા છે.
સર્કલ રેટ મુજબ જમીનની કિંમત 30 લાખ છે તે દસ્તાવેજો અનુસાર HOABLએ તેમને 4 કરોડ 35 હજાર 354 રૂપિયા આપ્યા છે.
ખેતીની જમીનમાં સરકારની છેતરપીંડી
4 લાખની જમીન ખરીદીને 6 લાખમાં વેચી રહ્યાં છે. સરકાર જો ખરીદે તો તે ભાવ માત્ર 54 હજાર રૂપિયા આપે છે. કારણ કે, આયોજન પૂર્વક અયોધ્યામાં સર્કલ રેટ (સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી જમીનની કિંમત) 2017 પછી વધી નથી. અયોધ્યા સિવાય રાજ્યના અન્ય ભાગોમાં સર્કલ રેટ બદલાયો છે. અયોધ્યામાં હાઉસિંગ એન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલ નજીકના ગામ શાહનેવાજપુર માઝામાં છ લાખ બિસ્વા જમીન ખરીદી રહી છે.
માઝા તિહુરા, માઝા બરાથા, શાહનેવાજપુર માઝા ગામોની જમીન સંપાદન કરવા જઈ રહી છે. ઉત્તર પ્રદેશ હાઉસિંગ એન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલ માઝા બરાથા અને શાહજવાજપુરમાં ખરીદી કરી રહી છે. ગામની જમીનનો દર 54-55 હજાર રૂપિયા બિસ્વા છે. અમે આ રકમ ચાર ગણી સુધી આપી શકીએ છીએ. આનાથી વધુ નહીં. જ્યારે ખેડૂતો 6 લાખની માંગ કરી રહ્યા હતા. માઝા તિહુરામાં 700 એકર જમીન સરકાર લેવાની છે. ઘણી જમીનો સરકારે સાવ સસ્તા ભાવમાં લઈને ખેડૂતોની મિલકતોની લૂંટ ચલાવી છે.
હવાઈ મથકમાં 1200 પરિવાર બરબાદ
અયોધ્યામાં બની રહેલાં મહર્ષિ વાલ્મિકી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક માટે અસરગ્રસ્ત પરિવારોનું પુનર્વસન કરવામાં આવ્યું છે. સંમતિના આધારે જમીન લેવામાં આવી હતી. પ્રથમ તબક્કો 1450 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિકસાવવામાં આવ્યો છે.
10 લાખ પછી 60 લાખ મુસાફરોને પૂરી કરશે.
ટર્મિનલ બિલ્ડીંગ રામના જીવનને દર્શાવતી સ્થાનિક કલા, ચિત્રો અને ભીંતચિત્રોથી શણગારવામાં આવ્યા છે.
અયોધ્યામાં એરપોર્ટ માટે જમીન સંપાદન સામે ગામોના લોકોએ તેનો વિરોધ કર્યો હતો. તેઓ અદાલતમાં ગયા છે.
સુનાવણીની 21 જૂન 2024માં નક્કી કરવામાં આવી છે. એરપોર્ટ માટે 600 એકર જમીન સંપાદિત કરવામાં આવી રહી છે. લગભગ 1200 પરિવારો તેનાથી પ્રભાવિત થઈ રહ્યા છે. 800 થી વધુ લોકોના ઘર બરબાદ થઈ રહ્યા છે.
જમીન સંપાદન માટે બળપ્રયોગ કરવામાં આવે છે. ધરમપુર સહદત ગામની જમીન છે. જમીન ન આપતાં એક ગ્રામીણને જેલમાં મોકલવાની ધમકી આપવામાં આવી હતી. અનાજના રાશન ક્વોટા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો.
હોમગાર્ડ વિભાગમાં કામ કરતાં લોકોને દબાણ બનાવી રહ્યું છે અને તેને નોકરીમાંથી કાઢી નાખવાની ધમકી આપી રહ્યાં છે.
કોટેદારની સાથે છે અને તેઓ રાશન લેવાનો બહિષ્કાર કરશે. પીડિતો મુખ્ય પ્રધાન આદિત્યનાથને મળ્યા હતા. આમ છતાં કોઈ રાહત મળી ન હતી. જો યોગ્ય વળતર ન મળે તો જમીન આપવાનો ઇનકાર કરાયો છે.
એક જ પ્રોજેક્ટમાં જમીનના અલગ-અલગ ભાવ છે. છતાં 80% જમીન સંપાદન પૂર્ણ કર્યું છે.
ખંઢેર મંદિરો
અયોધ્યાના જૂના મંદિરો ખંઢેર બની રહ્યાં છે. 175 મંદિરો છે, જો તેમના પર ધ્યાન આપવામાં નહીં આવે તો આ જૂના મંદિરો પડી જશે.
રામાયણ અને રામની નગરી તરીકે ઓળખાતી અયોધ્યા હિન્દુઓ માટે ખાસ રહી છે. આ શહેરની શ્રદ્ધા આજે પણ મજબૂત હોવા છતાં તેનું હૃદય તૂટી રહ્યું છે. સેંકડો વર્ષ જૂની ઈમારતો અને મંદિરો આજે ધરાશાયી થવાના આરે છે. સ્વાભાવિક છે કે લોકોની આશાઓ પણ તૂટી રહી છે.રાજાઓથી લઈને અવધના નવાબો સુધી અહીં મંદિરો બનાવવામાં આવ્યા હતા. અયોધ્યામાં 6000 મંદિરો હોવાનો દાવો છે.
સ્કંદપુરાણના અયોધ્યા માહાત્મ્ય કે બ્રિટિશ ગેઝેટિયર પર નજર કરીએ તો અયોધ્યામાં છ હજાર મંદિરો છે.
2018માં અયોધ્યા મ્યુનિસિપલ કોર્પોરેશને 177 જૂની અને જર્જરિત ઇમારતોને તોડી પાડવા કે સમારકામ કરવા માટે નોટિસ આપી હતી. જેમાં મંદિરો પણ છે. જૂના મંદિરો જે નીચે પડી રહ્યા છે, તે લોકોના જીવન માટે પણ ખતરો છે.
અયોધ્યામાં ઘણા મંદિરો અને ધર્મશાળાઓ લાંબા સમયથી ભાડૂતોના હાથમાં છે. માલિકો અને ભાડૂતો વચ્ચે કાનૂની લડાઈ ચાલુ હતી.
અયોધ્યાના મંદિરો અને ધર્મશાળાઓમાં રહેતા લોકોની ચિંતા સંત સમાજ ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદ અને કેટલાક હિન્દુ સંગઠનોએ પણ સરકારને તેમને બચાવવાની અપીલ કરી છે.
બેંકમાંથી રૂપિયા ગુમ
રામ મંદિર ટ્રસ્ટના ખાતામાં ઓગસ્ટ મહિના સુધીમાં 60 કરોડ રૂપિયાનું દાન જમા થયું હોવાનું જાણવા મળ્યું છે. ગત 5 ઓગસ્ટે પીએમ નરેન્દ્ર મોદીએ રામ મંદિર માટે ભૂમિ પૂજન કર્યું હતું. રામ મંદિર માટે મોરારિ બાપુએ પણ 11 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. અયોધ્યામાં બનનારા ભવ્ય રામ મંદિર માટે 500 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચનો અંદાજ લગાવાઇ રહ્યો છે,ત્યારે રામ મંદિર માટે કરોડો રૂપિયા બેંકમાં પહોંચવાની સાથે જ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ખાતામાંથી ફ્રોડ કરી રૂપિયા ઉપાડવાના પ્રયાસો શરૂ થઈ ગયા છે.
5 ઓગસ્ટ 2020માં યોજાયેલા ભૂમિપૂજન કાર્યક્રમને અશુભ ગણાવી વડાપ્રધાન પર નિશાન તાક્યું હતું. 37 રાજ્યોના રામ મંદિર રથ તૈયાર કરી ભારતના દરેક ગામથી રામ મંદિર માટે સોનું ભેગુ કરવામાં આવ્યું હતું.
નોંધ- (આધારભૂત સમાચાર પત્રોની વેબસાઈટ અને સરકારી સત્તાવાર જાહેરાતો અને નેતાઓના નિવેદનો પર આ અહેવાલ આધારિત છે.)