BJP: ભાજપના આ વખતના પ્રદેશ પ્રમુખ ફરી એક વખત ઓબીસી હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઓબીસી છે. તેમની પહેલી પસંદગી ઓબીસી હોઈ શકે છે. સી આર પાટીલ ઓબીસી નેતા છે. નવા નેતા ઓબીસી સાંસદ કે ધારાસભ્ય હશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભાજપની પ્રભાવી નેતાગીરી નથી. ત્યાંથી નેતા લાવીને આખા ગુજરાતમાં પ્રભાવ ઊભો કરી શકે એવા નેતાને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવશે.
ઓબીસી નેતા ચંદ્રકાંત પાટીલ દેન્દ્રમાં પ્રધાન બની જતાં હવે તેમના સ્થાને નવા પ્રદેશ પ્રમુખની લાયકાત અને સોશિયલ એન્જિનિયરિંગ માટે ગણિત માંડવામાં આવી રહ્યું છે. પાટીલ ઓબીસી હતા અને તેના સ્થાને આ વખતે પણ ઓબીસી પ્રદેશ પ્રમુખની શોધ ખોળ દિલ્હી કરી રહ્યું છે.
કોઈ સાંસદ પ્રદેશ પ્રમુખ હશે
દિલ્હી દરબારમાં મોદી, શાહ અને પાટીલને મળીને ગુજરાતમાં રાજકીય નિર્ણય લઈ શકે એવા પ્રદેશ પ્રમુખ હોવાની શક્યતા 99 ટકા છે. કારણ કે જે રીતે નરેન્દ્ર મોદીએ એકાએક પાટીલને પ્રદેશ પ્રમુખ બનાવીને તેમણે અનેક આદેશ આપીને ગુજરાતના નિર્ણયો લીધા હતા. એવું જ આ વખતે થવાની પૂરી શક્યતા છે. પાટીલના સમયમાં મોદીએ અને અમિત શાહ દ્વારા ગુપ્ત આદેશ અપાયા હોવા છતાં એક પણ આદેશની જાહેરમાં ચર્ચા પાટીલે કરી નથી. ફરીથી આવા જ કોઈ સાંસદ મોદીએ શોધી રાખ્યા હશે.
ઉત્તર અને મધ્ય ગુજરાત
ઉત્તર ગુજરાતમાંથી અમિત શાહ અને નરેન્દ્ર મોદી છે. છતાં ઉત્તર ગુજરાતમાં અવકાશ છે. કારણ કે ત્યાંથી ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે. તેથી ઉત્તર ગુજરાતમાંથી પ્રદેશ પ્રમુખ બને એવી શક્યતા ઘણી છે.
ઉત્તર ગુજરાતના રાજ્યસભાના સભ્ય મયંક નાયક ઝડપથી આગળ આવતા નેતા છે. સમગ્ર ગુજરાતમાં તેની શક્યતા સૌથી વધારે છે. બીજા નંબર પર મધ્ય ગુજરાતના સાંસદ દેવુંસિંહ મોદીને અનુકૂળ આવી શકે છે.
બીજા નંબર પર જગદીશ પંચાલ કે દેવુસિંહ હોઈ શકે છે.
દક્ષિણ ગુજરાત નહીં
ગણિતમાં આ વખતે પ્રદેશ પ્રમાણે દક્ષિણ ગુજરાતને સ્થાન મળી શકે તેમ નથી. અમદાવાદના મુખ્ય પ્રધાન હોવાથી અમદાવાદથી પ્રદેશ પ્રમુખ હોવાની શક્યતા ઓછી છે.
સૌરાષ્ટ્ર કચ્છ
સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભાજપમાં કોઈ પ્રભાવ ઊભો કરી શકે એવા નેતા રહ્યા નથી. જે છે કે મનસુખ માંડવિયા છે. પણ તે નેતાગીરી પૂરી પાડી શકે એવી ક્ષમતા ધરાવતા નથી. તેથી સૌરાષ્ટ્રનો પ્રભાવ ભાજપમાં ઓછો થયો છે. તેથી સૌરાષ્ટ્રના પ્રદેશ પ્રમુખની શક્યતા છે. પ્રભાવશાળી નેતાઓમાં જીતુ વાઘાણી, આર સી ફળદુ, પરસોત્તમ રૂપાલા અને વિજય રૂપાણી છે પણ તેઓ મહત્વના સ્થાને નથી. તેમના પ્રત્યે પ્રજામાં નારાજગી છે.
ગોરધન ઝડફિયા
આ બધામાં જો પક્ષે ખરેખર મજબૂત નેતા શોધવા હોય તો તે ગોરધન ઝડફિયા છે. જે સૌરાષ્ટ્રના છે અને સૌરાષ્ટ્રને સાચવી શકે તેમ છે. વળી, તેઓ અમદાવાદમાં રહે છે. જૂના કાર્યકરોમાં પ્રિય છે. તેથી જૂના કાર્યકરો અને નેતાઓ કોરાણે મૂકાયા છે તેમને તે જોતરી શકે તેમ છે. પરંતુ મોદી સાથે તેમને અણબનાવ થયેલો હોવાથી અને ભાજપના ભાગલા પાડીને નવો પક્ષ તેમણે બનાવ્યો હતો. તેથી તેમને જવાબદારી સોંપે કે કેમ તે એક મોટો સવાલ છે.
અહીં સવાલ એ આવીને ઊભો રહે છે કે ઝડફિયા સાંસદ કે ધારાસભ્ય નથી. મોદીની પહેલી પસંદગી સંસદસભ્યની હશે. કારણ કે તેઓ દિલ્હીથી જ ગુજરાત ચલાવી શકે. બીજું કે ઝડફિયા ધારાસભ્ય પણ નથી.
બીજા પક્ષોમાંથી આવેલા 60 હજાર કાર્યકરો અને 108 નેતાઓને સંભાળીને ચાલી શકે એવા પ્રદેશ પ્રમુખ જોઈશે.
વિપક્ષી કાર્યકરો અને પાટીલથી નારાજ હોય એવા 90 ટકા કાર્યકરોને સંભાળી શકે એવા પ્રદેશ પ્રમુખ લાવવા પડશે. તેના માટે ઝડફિયા યોગ્ય માનવામાં આવે છે.
સ્થાનિક ચૂંટણી
વળી હવે સ્થાનિક એવી 5 હજાર સરકારોની ચૂંટણી આવી રહી છે. જેમાં પ્રભાવ પાડી શકે એવા નેતા ભાજપ શોધી રહી છે.
કોંગ્રેસનો સારો દેખાવ રહ્યો તેથી હવે કોંગ્રેસનું અને આમ આદમી પક્ષનું સમિકરણ પણ નવા પ્રદેશ પ્રમુખ માટે ગોઠવવામાં આવી રહ્યું છે. ગ્રામ પંચાયતો, જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો, નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે. જેમાં નારાજગી દેખાશે. તે સારી રીતે સંભાળી શકે એવા પ્રદેશ પ્રમુખ લાવવા પડશે.
જદગીશ પંચાલ સૌથી શક્યતા દેખાય છે. સંગઠન ચલાવી શકે એવો શક્તિશાળી
જ્ઞાતિ
ગુજરાતમાં હાલ દલિત, ઠાકોર, ક્ષત્રિય સમાજ ભાજપથી નારાજ છે.
ક્ષત્રિય
લોકસભાની ચૂંટણીમાં ક્ષત્રિય આંદોલન થયું હતું. તે સમાજની નારાજગી છે. ભલે પછી ક્ષત્રિય આંદોલનથી ભાજપને લોકસભાની ચૂંટણીમાં ફાયદો થયો હોય પણ હવે સ્થાનિક ચૂંટણીમાં નારાજગી ન રહે તે માટે નવા પ્રદેશ પ્રમુખ તરીકે ક્ષત્રિય લેવાનું પણ ભાજપ વિચારી શકે છે. આ માટે યોગ્ય મૂરતિયામાં ભૂપેન્દ્ર ચૂડાસમા છે. પણ તેઓ નાદુરસ્ત તબિયતના કારણે કદાચ પ્રદેશ પ્રમુખ નહીં હોઈ શકે,
કેન્દ્રમાં ફરી એક વખત એન ડી એલાયન્સની સરકાર બની છે. વડાપ્રધાન ભાજપના છે. ગુજરાતમાંથી કેટલાંક પ્રધાનો હાંકી કાઢીને નવા પ્રધાનો લીધા છે. તેથી હવે ગુજરાત સરકારમાં પણ કેટલાંક ફેરફારો કરવા પડે તેમ છે. સરકારમાં ફેરફારો કરે તે પહેલાં ભાજપનું સંગઠન મજબૂત કરવું પડે તેમ છે. કારણ કે સી આર પાટીલથી 90 ટકા સંગઠન નારાજ છે. પ્રદેશ પ્રમુખ પછી અથવા તેની સાથે સાથે ગુજરાતનું પ્રધાન મંડળનું વિસ્તરણ અને સંકોચન કરવું પડશે.
સરકાર અને પક્ષની કામગીરી ઠપ્પ થઈ ગઈ છે. નિરાશા અને અણઆવડત દેખાય છે. સરકારમાં અધિકારીઓ ગાંઠતા નથી. તેથી નવી સરકારમાં પક્ષપલટો કરીને આવેલા ધારાસભ્યોને લેવા પડશે. વળી સરકારના આદેશ માને એવા 5 કે 6 વરિષ્ઠ પ્રધાનો લેવા પડશે. કારણ કે અધિકારીઓ ગાંઠતા નથી.
સુરતથી 70 ટકા સરકાર ચાલતી હતી. સુરત પાસે બધા મોટો ખાતા છે. તેથી ત્યાંથી ખાતા લઈને બીજા પ્રદેશોમાં આપવા પડશે. એક સામાન્ય મહિલા જો સાંસદ બનીને પ્રધાન બની શકતા હોય તો નવા પ્રદેશ પ્રમુખ કોઈ પણ હોઈ શકે છે. જે રીતે સી આર પાટીલની અચાનક જાહેરાત મોદીએ કરી હતી તે રીતે હવે પછીના નવા પ્રદેશ પ્રમુખ જાહેર થઈ શકે છે.
પક્ષમાં નવા લોકોને લેવાયા છે તે લૂંટવા માટે આવ્યા છે. હવે સંગઠન ચલાવવું મુશ્કેલ છે. કોંગ્રેસ ગળી જશે. જોકે નવા પ્રદેશ પ્રમુખ કોણ હોઈ શકે તે બે જ જણને ખબર હશે.