Politics: મોદીની એક ચાલ રહી છે કે, લોકો અચંબામાં પડે એવા કાર્યો કરો. અચંબાની પાછળ લોકો ન જાણે એવા કાળા કામો કરો એવી નીતિ મોદીની રહી છે. ગુજરાતમાં તેમણે 13 વર્ષ સત્તામાં રહીને અને 17 વર્ષ પક્ષના મંત્રી અને મહામંત્રી બનીને આ નીતિ અપવાની છે. તેમના કાળા કામોની નીતિ બહું બહાર આવી નથી. પણ 2024માં દક્ષિણ ભારતમાં જે કંઈ થયું તે મોદીની કાળી નીતિના કારણે થયું છે. ઉત્તર ભારતમાં જે કંઈ થયું તે મોદીની સફેદ નીતિના કારણે થયું છે.
મતોની હેરાફેરીમાં મોદી માહિર છે. એક ચાલ હારીને મોટી બાજી જીતવાની તેમની 52 પત્તાની બાજી રહી છે.
અયોધ્યા હારીને દક્ષિણ ભારત કેમ જીતવું તે મોદીની ચાલ હોય એવું માની શકવાને ઘણાં કારણો છે.
જ્યાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં કરોડોની સંખ્યામાં જોડાયા હતા ત્યાં મોદીનો પક્ષ કઈ રીતે કાઠુ કાઢી શકે એ મોટો પ્રશ્ન દેશને સતાવી રહ્યો છે.
ફૈઝાબાદ લોકસભા બેઠકમાં આવતી રામનગરી અયોધ્યા બેઠક પર સપાના ઉમેદવાર અવધેશ પ્રસાદ સિંહે ભાજપના ઉમેદવાર લલ્લુ સિંહને હરાવ્યા હતા. આવી સ્થિતિમાં સવાલો ઉઠી રહ્યા છે કે જેના નામે ભાજપ 5 વખત ભારતમાં સત્તાના શિખરે પહોંચ્યું અને દેશમાં 30 વખત રાજ્ય સરકારો બનાવી તે અયોધ્યા બેઠક તેના હાથમાંથી કેમ સરકી ગઈ?
મોદીની હારના 5 સૌથી મોટા કારણો.
એક હારો 10 જીતોની મોદીની ચાલ રહી છે. એવું તેમણે અયોધ્યામાં કરીને જય જગન્નાથ અને રામેશ્વરના દક્ષિણ ભારતમાં કરી બતાવ્યું છે.
ફૈઝાબાદ લોકસભા બેઠકમાં પાંચ વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે – ગોસાઈગંજ, રૂદૌલી, મિલ્કીપુર, બીકાપુર અને અયોધ્યા. 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે અયોધ્યા (વેદપ્રકાશ ગુપ્તા), બીકાપુર (અમિત સિંહ) અને રૂદૌલી (રામચંદ્ર યાદવ)ની બેઠકો કબજે કરી હતી, જ્યારે સપાના અવધેશ પ્રસાદ મિલ્કીપુર બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા અને અભય સિંહે ગોસાઈગંજ બેઠક પર કબજો કર્યો હતો.
ભાજપે લોકસભા ચૂંટણી 2024માં જીતનો ધ્વજ લહેરાવવાના ઉદ્દેશ્ય સાથે વર્તમાન સાંસદ લલ્લુ સિંહને ટિકિટ આપી હતી. પરંતુ તેમની નકારાત્મક છબી હોવા છતાં તેમને મોદીએ ઉમેદવાર બનાવી દીધા હતા. મોદી જાણતા હતા કે સ્થાનિક લોકો સાથેના જોડાણના અભાવને કારણે હારનો સામનો કરવો પડશે. ઉમેદવારનું અસભ્ય વર્તન અંગે મોદી જાણતા હતા. તેનો સ્પષ્ટ અર્થ છે કે ફૈઝાબાદ બેઠક પર ઉમેદવારની સત્તા વિરોધીતા અને સત્તા પોતે હાર માટે કારણ છે.
ભાજપના નેતાઓ સમયસર મતદારોનો રોષ દૂર કરવા માંગતા ન હતા. ભાજપે લલ્લુ સિંહની જગ્યાએ બીજા કોઈને ઉમેદવાર બનાવ્યા હોત તો ચોક્કસ જીતી હોત. પણ મોદીએ જાણી જોઈને તેમ ન કર્યું. કારણ કે આખો દેશ અયોધ્યાનો વિસ્તાર હારી જવાના કારણે સ્તબ્ધ થઈ ગયો છે. મોદી આવું જ ઇચ્છતા હતા. કારણ કે તે હિંદુ વાદી માત્ર ચૂંટણીમાં બની રહેવા માંગે છે. ચૂંટણી પછી તે ધર્મનિરપેક્ષ બની જાય છે.
ફૈઝાબાદ બેઠક પર મોદીએ પોતાના ફોર્મ્યુલા કામે ન લગાડી. તેથી મુસ્લિમ, યાદવ અને પાસી જાતિના એકતરફી મત સપા તરફ ગયા.