ગુજરાત સહિત દેશભરમાં 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પોરબંદરમાં મધદરિયે ધ્વજવંદનનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો.
પોરબંદર ખાતે શ્રી રામ સી સ્વિમિંગ ક્લબના સભ્યો દ્વારા છેલ્લા 22 વર્ષોથી આ રીતે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવે છે.
સંસ્થાના સભ્યો દર વર્ષે 15મી ઓગષ્ટ અને 26 મી જાન્યુઆરીના રાષ્ટ્રીય પર્વના દિવેસ પોરબંદરના મધદરિયે જઈને ધ્વજવંદન કરી અનોખી રીતે ઉજવણી કરે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સહિત દેશભરમાં રાષ્ટ્રવાદ અને દેશભક્તિની ભાવના સાથે આજે સ્વતંત્રતા દિવસની ઉજવણી થઈ રહી છે.
આ દિવસે દરેક નાગરિક લોકોની વિવિધતા અને એકતામાં ઉત્સવની અનુભૂતિ અને ગૌરવ સાથે પડઘા પાડે છે.
15મી ઓગસ્ટ 1947ના રોજ લગભગ 200 વર્ષ અંગ્રેજોની ગુલામી સહન કરી, દેશ આઝાદ થયો. જેની ખુશીમાં દર વર્ષે 15મી ઓગસ્ટના દિવસે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવે છે,ત્યારે
પોરબંદરમાં મધદરિયે ધ્વજવંદનની દર વર્ષે અનોખી રીતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાય છે.