શું રાઘવ ચઢ્ઢા ભાજપમાં જોડાશે? અટકળો પર સંજય સિંહે મૌન તોડ્યું
છેલ્લા કેટલાક સમયથી આમ આદમી પાર્ટી (AAP) ના યુવા અને પ્રભાવશાળી નેતા રાઘવ ચઢ્ઢા પક્ષની ગતિવિધિઓથી દૂર જોવા મળી રહ્યા છે. પાર્ટીની મહત્વની બેઠકોમાં તેમની ગેરહાજરીને કારણે સોશિયલ મીડિયા પર એવી અટકળો તેજ થઈ છે કે શું રાઘવ ચઢ્ઢા હવે ‘ઝાડુ’ છોડીને ‘કમળ’ પકડવાની તૈયારી કરી રહ્યા છે? આ ચર્ચાઓ વચ્ચે હવે આપના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહે મહત્વનું નિવેદન આપ્યું છે.
લાંબી ગેરહાજરી અને વધતી ચર્ચાઓ
રાઘવ ચઢ્ઢા હાલમાં ભારતીય રાજકારણમાં બે વિરોધાભાસી કારણોસર ચર્ચામાં છે. એક તરફ તેઓ સંસદમાં એરપોર્ટ પર ખાદ્યપદાર્થોના ભાવ ઘટાડવા અને ગિગ વર્કર્સની સમસ્યાઓ જેવા જનહિતના મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે, જેમાંથી ઘણી માંગણીઓ કેન્દ્ર સરકારે સ્વીકારી પણ લીધી છે. બીજી તરફ, તેઓ પક્ષની આંતરિક બેઠકોમાં લાંબા સમયથી ગેરહાજર દેખાઈ રહ્યા છે. ખાસ કરીને જ્યારે દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાને કોર્ટમાંથી મોટી રાહત મળી, ત્યારે પણ રાઘવ ચઢ્ઢા તરફથી કોઈ પ્રતિક્રિયા ન આવતા રાજકીય ગલિયારાઓમાં તર્ક-વિતર્ક શરૂ થયા હતા.
સંજય સિંહનો સ્પષ્ટ જવાબ
ઈન્ડિયા ટુડેને આપેલા એક ઈન્ટરવ્યુમાં જ્યારે સંજય સિંહને પૂછવામાં આવ્યું કે શું રાઘવ ચઢ્ઢા આમ આદમી પાર્ટીથી અલગ થઈ ગયા છે? ત્યારે તેમણે સ્પષ્ટ શબ્દોમાં આ વાતને નકારી કાઢી હતી. સંજય સિંહે કહ્યું, “ના, આ વાત સાવ ખોટી છે. તેઓ શા માટે અલગ થાય? જો રાઘવ ચઢ્ઢા પક્ષ છોડશે તો સૌથી પહેલા હું જ તેમની વિરુદ્ધ ઊભો રહીશ.”
He’ll soon join BJP 🔥
BJP is rolling out the red carpet …
giving him prime debate slots and media time every single day.
AAP’s own Parliamentary Party? Total blackout. Zero speaking time.
Why is BJP chasing Raghav Chadha like this?Both AAP and BJP fight each other in… pic.twitter.com/z9BLoxIbvv
— Sawarn Army (@UnreservedEcho) March 13, 2026
મૌન પર આપ્યો ગોળ-ગોળ જવાબ
જોકે, જ્યારે કેજરીવાલ અને સિસોદિયાની મુક્તિ પર રાઘવની ચુપકીદી અંગે પ્રશ્ન કરવામાં આવ્યો, ત્યારે સંજય સિંહે થોડો સાવધ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે આ પ્રશ્નનો જવાબ રાઘવ ચઢ્ઢા પોતે આપે તે જ વધુ યોગ્ય રહેશે. તેમણે ઉમેર્યું કે રાજકારણમાં ઘણા ઉતાર-ચઢાવ આવતા હોય છે અને કેટલીક બાબતોનો ખુલાસો તે વ્યક્તિ પોતે જ વધુ સારી રીતે કરી શકે છે.
