નવી દિલ્હીઃ કોરોના સંકટકાળમાં રેલવે વિભાગે ટ્રેનમાં મુસાફરો માટે નવા નિયમો જાહેર કર્યા છે. માસ્ક ન પહેરવું, કોવિડ-19 સંબંધિત નિયમોનું પાલન કરવુ અને કોરોના ટેસ્ટિંગમાં પોઝિટિવ આવ્યા બાદ પણ ટ્રેનમાં મુસાફરી કરનાર મુસાફરો પર રેલવે એક્ટની વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવશે, તેમને દંડ ભરવો પડશે અને જેલની સજા પણ થઇ શકે છે.
રેલ સુરક્ષા બળે આજે બુધવારે આ માહિતી આપી છે. આરપીએફે વિશેષ રીતે આગામી તહેવારોની સીઝન સબંધિત વિસ્તૃત માર્ગદર્શિકા જારી કરી છે.
આવો કરશો તો જશો જેલ
રેલવે વિભાગે પ્રવાસીઓને રેલ પરિસરોમાં કેટલી ગતિવિધિઓ ન કરવા આદેશ કર્યો છે. તેમાં માસ્ક પહેર્યા વગર ફરવું અથવા યોગ્ય રીતે ન પહેરવું, સામાજીક અંતરનું પાલન ન કરવું, કોરોના વાયરસથી સંક્રમિત હોવાનો રિપોર્ટ આવ્યો બાદ અથવા ટેસ્ટિંગના રિપોર્ટ પેન્ડિંગ હોય છતાં રેલવેમાં મુસાફરી કરવી કે સ્ટેશન પર આવવું અથવા ટ્રેનમાં બેસવું અથવા સ્ટેશન પર હેલ્થ ટીમ દ્વારા પ્રવાસની મંજૂરી ન મળવા છતાં ટ્રેનમાં મુસાફરી કરવી વગેરે શામેલ છે. આરપીએફનું કહેવુ છે કે, જાહેર સ્થળોએ થુંકવુ પણ ગુનો બનશે.
કોરોના ફેલાય તેવું કોઇ કામ ન કરો…
રેલવે સ્ટેશનો પર અથવા ટ્રેનમાં ગંદકી ફેલાય તેવી કોઇ કામગીરી કરવી નહીં. જાહેર આરોગ્ય અથવા સુરક્ષાને અસરકરતા તથા કોરોના વાયરસ સંક્રમણના રોકવા માટે રેલવે વિભાગ દ્વારા જારી કરાયેલા નિયમોનું પાલન કરવું જેવી હરકત કરવા સ્પષ્ટ મનાઇ ફરમાવવામાં આવી છે.
નિયમ કર્યો તો થશે જેલની સજા
રેલવે એક્ટની કલમ 145 (નશમાં હોવું અથવા ધમાલ મચાવવી) હેઠળ મહત્તમ એક મહિનાની જેલ, કલમ-153 હેઠળ જાણી જોઇને સુરક્ષાને જોખમમાં મુકવા માટે દંડની સાથે મહત્તમ પાંચ વર્ષની જેલ સજા અને કલમ-154 હેઠળ બેજવાબદારી ભર્યા વર્તનથી અન્ય પ્રવાસીઓની સુરક્ષા જોખમમાં મુકવા બદલ એક વર્ષની જેલની સજા અથવા અથવા બંને સજાની જોગવાઇ કરવામાં આવી છે.