સુરતના રાજ ટેક્સટાઇલ માર્કેટમાં વિકરાળ આગથી હાહાકાર, ત્રણ ફાયર જવાનો ઇજાગ્રસ્ત

By
Arati Parmar
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding...
2 Min Read

સુરતમાં રાજ માર્કેટની આગ બુઝાવવામાં 22 ગાડીઓ અને 125 જવાનોની જંગી કામગીરી

સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલ રાજ ટેક્સટાઇલ્સ માર્કેટમાં અચાનક ભભૂકેલી આગે સમગ્ર વિસ્તારમાં દહેશત પેદા કરી છે. આગ એટલી ઝડપથી ફેલાઈ કે થોડા જ મિનિટોમાં ટોપ ફ્લોરથી ધુમાડાના મોટા વાદળો દેખાવા માંડ્યા હતા. માર્કેટના પેટ્રો-કેમિકલ આધારિત કાપડને કારણે આગ વધુ વિકરાળ બની હોવાનું પ્રાથમિક માનવામાં આવી રહ્યું છે. આગ ફેલાતી જતા અંદરના ભાગમાં રહેલું સ્ટ્રક્ચર નબળું પડી ગયું અને ગ્રાઉન્ડ ફ્લોર તરફ ભાગ ધરાશાયી થયો હોવાની માહિતી મળી રહી છે.

ફાયર વિભાગના ત્રણ જવાનો ઈજાગ્રસ્ત

આગ પર કાબૂ મેળવવા માટે સુરત ફાયર વિભાગની ટીમ સતત કામગીરીમાં લાગી હતી. કામગીરી દરમિયાન અચાનક પડેલા પતરાંના શેડના કારણે ત્રણ ફાયર જવાનો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળે છે. તાત્કાલિક તમામને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલુ છે. અધિકારીઓએ જણાવ્યું કે ઘટનાનો દાયરો મોટો હોવાથી દરેક ટીમ સાવચેતીપૂર્વક કામગીરી કરી રહી છે.

raj textiles market fire surat 1.jpeg

- Advertisement -

આગ કાબૂમાં લેવા 22 ગાડીઓ અને લાખો લિટર પાણી

ઘટનાસ્થળે ફાયર બ્રિગેડની 22 ગાડીઓ મોકલવામાં આવી હતી અને 125 થી વધુ જવાનો સતત પાણીનો મારો ચલાવી રહ્યાં હતાં. આગ એટલી વધારે વિકરાળ હતી કે તેને નિયંત્રણમાં લેવા અત્યાર સુધી 15 લાખ લિટરથી વધુ પાણીનો ઉપયોગ થયો હોવાનું સૂત્રો કહે છે. આગ ટોપ ફ્લોર સુધી પ્રસરી જતાં બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો અને હાઇડ્રોલિક પ્લેટફોર્મ તથા ટાઇમ લેડર મશીનની મદદ લેવાઈ રહી છે.

raj textiles market fire surat 2.jpeg

- Advertisement -

શોર્ટ સર્કિટનું અનુમાન, તપાસ શરૂ

પ્રાથમિક તપાસમાં જણાઈ રહ્યું છે કે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની શક્યતા છે. માર્કેટમાં મોટી માત્રામાં સિંથેટિક અને પેટ્રો-કેમિકલ કાપડ જથ્થો રાખવામાં આવતો હોય છે, જેથી આગ જોરદાર રીતે ભભૂકી છે. ઘટનાસ્થળે પહોંચેલા શહેરના મેયર દક્ષેશભાઇ માવાણી દ્વારા સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. હાલ પણ ફાયર વિભાગ આગને સંપૂર્ણ રીતે કાબૂમાં લેવા માટે સતત કામગીરી કરી રહ્યો છે.

Share This Article
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding of regional culture, social issues, and current events, she brings clarity, authenticity, and relevance to every piece she writes. Arati is committed to presenting factual and reader-friendly news content that resonates with the Gujarati-speaking audience. Follow her for trusted local news, thoughtful insights, and culturally rooted reporting — all in your language.