રાજકોટના આરએમસી ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ‘અસ્મિતા લીગ’ રમતોત્સવનું આયોજન

By
Arati Parmar
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding...
2 Min Read

રાજકોટમાં મહિલા દિવસ નિમિત્તે રમતગમત પ્રત્યે યુવતીઓમાં ઉત્સાહ વધારતો ‘અસ્મિતા લીગ’ કાર્યક્રમ

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની વિશેષ ઉજવણીના ભાગરૂપે રાજકોટના RMC ગ્રાઉન્ડ ખાતે ‘અસ્મિતા લીગ’ કાર્યક્રમનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. ભારત સરકારના ‘ખેલો ઈન્ડિયા’ અને ‘મેરા યુવા ભારત’ ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં એડિશનલ કલેક્ટર શ્રી ઇલાબેન ગોહિલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ સ્પર્ધામાં રાજકોટની નાની બાળાઓથી લઈને મોટી ઉંમરની મહિલાઓએ મેદાનમાં ઉતરીને પોતાની ખેલદિલી અને શારીરિક ક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું.

વિવિધ વયજૂથની દોડ સ્પર્ધા અને જુસ્સાદાર રમત પ્રવૃત્તિઓ

આ કાર્યક્રમમાં વય મર્યાદા મુજબ અલગ-અલગ શ્રેણીઓમાં ૧૦૦ મીટર, ૨૦૦ મીટર અને ૪૦૦ મીટરની દોડ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ૧૩ વર્ષથી ઓછી ઉંમરની યુવતીઓથી લઈને ૧૮ વર્ષથી ઉપરની મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. દોડની સાથે સાથે પરંપરાગત એવી ‘રસાખેંચ’ની રમત પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી. રમતગમતના આ માહોલથી મહિલાઓમાં સ્વાસ્થ્ય અને ફિટનેસ પ્રત્યે જાગૃતિ આવે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સ્પર્ધાના અંતે વિજેતાઓને મેડલ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાયા હતા.

Rajkot Asmita League Khelo India Women Sports Event 2026.jpeg

- Advertisement -

રમતગમત વિભાગ અને વહીવટી તંત્રના સહયોગથી સફળ આયોજન

જિલ્લા યુવા અધિકારી શ્રી સ્વરૂપ દેશભ્રતારના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર ઈવેન્ટની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. આ સ્પર્ધાને સફળ બનાવવા માટે જિલ્લા રમતગમત અધિકારી શ્રી વિક્રમસિંહ જાડેજા અને રમતગમત વિકાસ અધિકારી શ્રી રમા મદ્રા સહિતના કોચિંગ સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. ખેલો ઈન્ડિયા અને મેરા યુવા ભારતની ટીમોના સંકલનથી આયોજિત આ ‘અસ્મિતા લીગ’ રાજકોટની મહિલાઓ માટે શારીરિક ક્ષમતા વધારવા અને પોતાની રમત પ્રત્યેની રુચિને વેગ આપવા માટે એક ઉત્તમ પ્લેટફોર્મ સાબિત થઈ હતી.

Share This Article
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding of regional culture, social issues, and current events, she brings clarity, authenticity, and relevance to every piece she writes. Arati is committed to presenting factual and reader-friendly news content that resonates with the Gujarati-speaking audience. Follow her for trusted local news, thoughtful insights, and culturally rooted reporting — all in your language.