રાજ્ય ના ઘણા વિસ્તારો માં આજે શુક્રવારે સવારે વરસાદ પડ્યો હતો ત્યારે ભાવનગરમાં પણઆજે સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધોધમાર 2 ઈંચ અને ઘોઘામાં 1 ઈંચ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા સાથે રસ્તા પર પાણી ભરાયા હતા.
ભાવનગરમાં સતત અડધો કલાક સુધી કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને શહેરના માર્ગો પરથી પાણી ફરી વળ્યા હતાં. ધોધમાર વરસાદને લઈને વહેલી સવારે નોકરી-ધંધા પર જતા લોકો અટવાયા હતા. આ સાથે જ રસ્તા પર પાણી ભરાય જતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ચડી આવ્યા અને પવન સાથે ધોધમાર વરસાદનું આગમન થતા ગરમીથી ત્રસ્ત લોકો માં રાહત ની લાગણી ફેલાઇ ગઇ હતી આમ ભાવનગર અને આસપાસ ના વિસ્તારમાં આજે વરસાદ થયા ના અહેવાલ છે અને સારા વરસાદ ને પગલે ખેડૂતો માં આનંદ ની લાગણી ફેલાઇ ગઇ હતી.
