રાજકોટની મેટોડા GIDCમાં ફેકટરીમાં બ્લાસ્ટ થયાના અહેવાલ છે જોરદાર ધડાકો થતા નાસભાગ મચી હતી આ ઘટનામાં છ જેટલા કામદારોને ગંભીર ઇજા થતા હોસ્પિટલમાં ખસેડાયા છે.
રાજકોટની મેટોડા GIDCમાં પર્વ મેટલ નામની ફેક્ટરીમાં આજે સવારે ધડાકાભેર બોઇલર પ્રચંડ બ્લાસ્ટના અવાજથી આસપાસના વિસ્તારો ધણધણી ઉઠ્યા હતા અને ભયનો માહોલ ફેલાયો હતો.
આ ઘટનામાં ફેક્ટરીમાં કામ કરતા પાંચ શ્રમિકને ગંભીર રીતે ઇજા પહોંચતા તેઓ તમામને 108 મારફત રાજકોટની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાને પગલે મામલતદાર સહિતના અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા છે.
બોઇલર ફાટતા ફેક્ટરીમાં આગ પણ લાગી હતી. આથી ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર ફાઈટરો દોડી ગયા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે ફેક્ટરીમાં કામ કરતા શ્રમિકોમાં નાસભાગ મચી હતી. બોઇલરના પ્રચંડ બ્લાસ્ટથી ફેક્ટરીના શેડનાં પતરા ઉડી ગયા હતા અને કાટમાળ થઈ ગયો હતો.