રાજકોટમાં ક્રિકેટ રમતાં રમતાં પત્રકાર નું હાર્ટએટેક આવતા કરૂણ મોત થયું થતા મીડિયા જગતમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
રાજકોટમાં માધવરાય સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોજાયેલી રાજકોટ ઇન્ટરપ્રેસ મીડિયા ટૂર્નામેન્ટ દરમિયાન જીજ્ઞેશ ચૌહાણ (ઉં.વ.31)એ પણ ભાગ લીધો હતો. આજે તેમની ટીમવતી તેણે 30 રનની ઇનિંગ રમ્યા બાદ આઉટ થઈને તે ખુરશી પર બેઠો હતો. ત્યારે જ તેને એટેક આવતા તે ખુરશી પરથી ઢળી પડ્યો હતો. બાદમાં ટીમના ખેલાડીઓ ગભરાઈ ગયા હતા અને જીજ્ઞેશને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
રાજકોટમાં આજે હેડલાઇન અને અબતક વચ્ચે શરૂ થયેલી મેચ દરમિયાન પ્રથમ બેટિંગ હેડલાઈન ટીમે લેતા જીજ્ઞેશ ચૌહાણ બેટિંગ કરવા મેદાનમાં ઉતર્યો હતો અને તેણે 18 બોલમાં 30 રન બનાવ્યા હતા. ત્યારબાદ તે આઉટ થતા મેદાનની બહાર ખુરશી પર બેઠો હતો અને અચાનક 10 મિનિટ બાદ તે ઢળી પડ્યો હતો અને મોત થઈ ગયું હતું.
મૃતક જીજ્ઞેશ ચૌહાણને સંતાનમાં 3 વર્ષની દીકરી છે અને પિતા પણ હયાત નથી.
ઘટના અંગેની જાણ થતાંજ પરિવારજનો સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા તેઓના કલ્પાંતથી ભારે ગમગીની પ્રસરી ગઈ હતી.