રાજકોટમા 4 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના બનતા ભારે ચકચાર ફેલાઈ છે, પોલીસે બળાત્કારી કિશોરની ધરપકડ કરી લીધી છે.
વિગતો મુજબ રાજકોટના શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં
મજૂરી કામ કરતા પરિવારની 4 વર્ષની માસુમ બાળકી પર સગીર વયના કિશોરે ટીવી જોવા બહાને કારખાનામાં આવેલ ઓરડીમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું
બાળકી સાથે દુષ્કર્મ થયાની જાણ થતાં બાળકીનો પરિવાર ચોંકી ઉઠ્યો હતો અને ભોગ બનનાર બાળકીને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બાદમાં પરિવારે શાપર પોલીસ મથકમાં દુષ્કર્મ આચરનાર સગીર વયના કિશોર વિરુદ્ધ શાપર પોલીસ સ્ટેશનમાં નોંધવતા પોલીસે સગીર આરોપીની અટકાયત કરી છે. અને તેનો મેડિકલ ચેકઅપ કરાવવાની પ્રક્રિયા હાથ ધરી છે. હાલ પોલીસે આરોપી વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ભારે ચર્ચા જગાવી છે.
