રાજકોટ પોલીસ કમિશનર કચેરી સામે પોલીસના ત્રાસથી યુવકે એકાએક ફિનાઇલ પી લઇ જાહેરમાં આપઘાતનો પ્રયાસ કરતા પોલીસ દોડતી થઈ ગઈ હતી અને તેને તરતજ સિવિલ હોસ્પિટલ ભેગો કર્યો હતો.
ફીનાઇલ પી જઈ આત્મહત્યાનો પ્રયાસ કરનાર યુવકનું નામ પીયૂસ રાઠોડ હોવાનું જાણવા મળ્યું છે, જેણે તાલુકા પોલીસ ત્રાસ આપ્યાનો આક્ષેપ કર્યો હતો.
પોલીસ કમિશનર કચેરી ખાતે આપઘાતનો પ્રયાસ કરનાર યુવકે કહ્યું કે તેણે પ્રેમલગ્ન કર્યા છે અને તેની પત્ની પ્રેગ્નન્ટ છે. હાલ તાલુકા પોલીસ દ્વારા પતિ-પત્નીને વારંવાર બોલાવી ત્રાસ આપતી હોવાનો આક્ષેપ પણ યુવાને કર્યો હતો અને પોલીસે અનેકવાર માર પણ માર્યો હોવાનું પણ જણાવ્યું હતું. આ ઘટના બનતા ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
આ યુવકે જ્યારે પોલીસ કમિશનર કચેરી ખાતે ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો તે સમયે સ્થળ પર હાજર પોલીસકર્મીઓએ તરતજ દોડી જઇ યુવકને ફિનાઇલ પીતા અટકાવવામાં આવ્યો હતો અને સિવિલમાં લઇ જવાયો હતો.