દેશમાં પ્રવર્તી રહેલી મોંઘવારી મુદ્દે આજે કોંગ્રેસ દ્વારા બંધનું એલાન અપાયું છે ત્યારે બંધ કરાવવા મુદ્દે ઠેરઠેર પોલીસ અને કાર્યકરો વચ્ચે ચકમક ઝરી રહી છે રાજકોટની વાત કરવામાં આવેતો અહીં NSUIના પ્રદેશ પ્રમુખની અટકાયત કરવામાં આવી છે.
રાજકોટમાં NSUIના ગુજરાત પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીની શૈક્ષણિક કાર્ય બંધ કરાવવા નીકળતા તેઓની અટકાયત કરવામાં આવી હતી.
બીજી બાજુ ક્રાઈમ બ્રાન્ચ અને એન.એસ.યુ. આઈ ના નેતાઓને કાર્યકર્તાઓ વચ્ચે થઈ ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી. તે ઉપરાંત શહેરમાં દુકાનો અને ઓફિસો બંધ કરાવવા નીકળેલા કોંગ્રેસના નેતાઓની અટકાયત કરાઈ હતી.
ગુંદાવાળી વિસ્તારમાંથી કોંગ્રેસ નેતા અશોકભાઈ ડાંગર અને કાર્યકરોની અટકાયત કરાઈ છે.રાજકોટમાં ક્રાઈમ બ્રાન્ચ અને NSUIના કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હોવાનું જાણવા મળ્યું છે.