અમદાવાદમાં પોલીસ પરિવારે સામુહિક આત્મહત્યા કરી લેવાના બનાવ બાદ રાજકોટમાં પોલીસ કોન્સ્ટેબલે ઝેરી દવા પી લઈને આત્મહત્યાનો પ્રયાસ કરતા પોલીસબેડામાં ભારે ચકચાર મચી ગઇ છે.
વિગતો મુજબ રાજકોટ પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા પ્રકાશ પારધી નામના પોલીસકર્મીએ ઝેરી દવા પી લઈ આપઘાતનો પ્રયાસ કર્યા છે.
પ્રકાશ પારધી પોતાની ડ્યુટી પૂરી કરી થોરાળા સ્થિત આંબેડકરનગરમાં આવેલા પોતાના ઘરે ગયા બાદ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
ઝેરી દવા પી લેતા તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ઇમર્જન્સી વોર્ડમાં હાલ સારવાર હેઠળ છે.
આ ઘટના અંગે દવા પી લેનાર પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશ પારધીના પિતા દેવજીભાઈએ પત્રકારો ને જણાવ્યું હતું કે, પ્રકાશના અગાઉ લગ્ન થયા હતા પરંતુ તેની પત્નીએ બે મહિનામાંજ તે પોતાના ઘરે ચાલી ગઈ હતી અને ત્યાંથી પરત નહોતી આવી. સમગ્ર મામલે પતિ-પત્નીના છૂટાછેડા પણ આજથી બારેક મહિના અગાઉ થઈ ચૂક્યા હતા. આજે જ્યારે પ્રકાશે દવા પીધી ત્યારે પણ તે ખુબજ ચિંતાગ્રસ્ત હોવાનું જણાતું હતું પણ તેણે ક્યાં કારણોસર દવા પીધી છે તે અંગે જાણી શકાયું નથી તેથી તે જ્યારે ભાનમાં આવે ત્યારેજ ખબર પડશે.