રાજકોટ માં ફરી એકવાર પોલીસ ઉપર દાગ લાગવાની ઘટના પ્રકાશ માં આવી છે અને એસીપી ની સેટલમેન્ટ માટેની વાતચીત ની કથિત ઓડિયો કલીપ વાયરલ થતા ચકચાર મચી ગઇ છે.
રાજકોટ પોલીસ કમિશનર વિરૂદ્ધ ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો લાગ્યા બાદ તેના પડઘા હજુ શમ્યા નથી ત્યાંજ ફરી સેટલમેન્ટ મામલે રાજકોટ એસીપીની પણ એક કથીત ઓડિયો ક્લીપ વાયરલ થતા ભારે ચકચાર મચી ગઇ છે.
આ કથિત ઓડિયો ક્લીપમાં સેટલમેન્ટની વાત કહેવામાં આવી છે
રાજકોટ એસીપી, પીઆઈ અને ડી સ્ટાફના કોન્સ્ટેબલ સામે 4 કરોડની ઉઘરાણીના આરોપ લાગ્યા હતા. ત્યારે ફરી રાજકોટ પોલીસ પણ એક ગંભીર આક્ષેપ લાગતા ભારે હોબાળો મચી ગયો છે.
રાજકોટના એસીપીની એક કથીત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. આ ઓડિયો કલીપ માં પોલીસ અધિકારી અને બે વ્યક્તિઓ વચ્ચે ની વાતચીત છે, જેમા એસીપી પ્રમોદ દિયોરા અને ઘનશ્યામ નામના વ્યક્તિ વચ્ચે વાતચીત થઈ રહી છે.
ઓડીયોમાં એસીપી દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે હું કહું તે પ્રમાણે તમે સ્ટેટમેન્ટ રાખજો. સાથેજ એસીપી એવું પણ બોલી રહ્યા છે કે બંનેના સેટલમેન્ટની વાત કોઈને ખબર ન પડવી જોઈએ. વધુમાં એસીપી એવું પણ બોલી રહ્યા છે કે મારી પાસે અરજી છે કોઈ FIR નથી એટલી કોઈ ચિંતા ન કર.
કરોડોના વહીવટની આ ઓડિયો કલ્પિ વાયરલ થયા બાદ રાજકોટ પોલીસ ફરી એક વાર વિવાદોમાં આવી ગઈ છે અને તેની સામે ગંભીર આક્ષેપો લાગ્યા છે. જોકે આ ઓડિયો કલીપ ની સત્યડે પુષ્ટી કરતું નથી.