રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 224 તાલુકામાં 1થી 11 ઈંચ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સૌથી વધુ જૂનાગઢમાં 10.5 ઈંચ વરસાદ નોંધાયો છે.
રાજકોટ જિલ્લામાં વરસાદને કારણે મોટા ભાગના ડેમોની સપાટીમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં આવેલ ભુખી પાસેનો ભાદર-2 સિંચાઈ યોજના નંબર-149 ભાદર-2 ડેમ ભારે વરસાદને કારણે ભયજનક સપાટીએ ઓવરરફલો થઈ રહ્યો છે. આથી ડેમના 6 દરવાજા વારે 07:45 વાગ્યે પાંચ ફૂટે ખોલવામાં આવ્યા છે, તથા 38674 કયુસેક પાણી છોડવામાં આવ્યુ છે. આથી, ડેમના હેઠવાસમાં આવતા ધોરાજી તાલુકાના ભોળા, ભોળગામડા, છાડવા વદર અને સુપેડી, ઉપલેટા તાલુકાના ડુમિયાણી, ચીખલીયા, સમઢીયાળા, ગણોદ, ઈસરા, કુંઢેચ, ભીમોરા, ગાધા, ગધેડ, હાડફોડી, લાઠ, મેલી મજેઠી, નીલાખા, તલગણા ગામોના લોકોએ નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવરજવર નહિ કરવા તેમજ સાવચેત રહેવા રાજકોટ ફ્લડ સેલની યાદીમાં જણાવ્યું છે.