રાજ્યના ડેરી ક્ષેત્ર માં મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટ જિલ્લા દૂધ ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં તમામ બેઠક બિનહરીફ થયા બાદ રાજકોટ ડેરીના ચેરમેનની ચૂંટણી બિનહરીફ થઈ છે. 12 ઓક્ટોબરે (આજે) સવારે 11 કલાકે ડેરીના ચેરમેનની યોજાયેલી ચૂંટણી દરમ્યાન રાજકોટ ડેરીના નવા ચેરમેન ગોરધન ધામેલિયા જાહેર કરાયા છે. રાજ્યના કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા તેમજ સહકારી ક્ષેત્રના પીઠ આગેવાનો એ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી અને નવા ચેરમેન બનાવવા અંગે પોતાનું સમર્થન આપ્યું હતું.
રાજકોટ ડેરીના નવા ચેરમેન તરીકે ગોરધન ધામેલિયા ચૂંટાઈ આવ્યા બાદ તેઓ એ પશુપાલકોને ફાયદો થાય તેવા પ્રયાસો કરવા અને કિસાન સંઘને સાથે રાખી કામો કરવા ઉપર ભાર મુક્યો હતો. આ અગાઉ જયેશ રાદડિયા સાથેની મળેલી બેઠકમાં રાજકોટ ડેરીના નવા ચેરમેન તરીકેનો નિર્ણય લેવામાં આવ્યો હતો
રાજ્યના કેબિનેટ મંત્રી જયશ રાદડિયાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, બોર્ડ ઓફ ડિરેક્ટરની બેઠક બોલાવી સર્વાનુમતે રાજકોટ ડેરીના નવા ચેરમેનના નામની જાહેરાત કરાઈ છે. રાજકોટ જિલ્લાના પશુપાલકો અને ડેરીનો વિકાસ ધ્યાને લઇ નિર્ણય લેવાયો છે. આમ રાજકોટમાં ડેરી ક્ષેત્ર માં આ મહત્વ ના સમાચાર રહ્યા છે.
