રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા હાઇવે ઉપર હેલ્મેટ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં હેલ્મેટ વિના બાઈક લઈને નીકળનારાઓને રોકી તેઓને બે ઓપ્સન આપવામાં આવ્યા હતા,આવા વાહન ચાલકોને હેલ્મેટ નહિ પહેરવા બદલ રૂ. 500રૂપિયા દંડ અથવા સ્થળ ઉપરથી જ રૂ. 500નું હેલ્મેટ ખરીદવા જણાવાયુ હતું.
દંડ ભરવો કે હેલ્મેટ ખરીદવુ તે વાહન ચાલકની મરજી ઉપર છોડી દેવાતા મોટાભાગના વાહન ચાલકોએ રૂ.500 આપી હેલ્મેટ ખરીદવાનું પસંદ કર્યું હતુ અને ૨૦૦થી વધુ બાઈક ચાલકોએ હેલ્મેટ ખરીદ્યુ હતું.
હેલ્મેટ વિના બાઈક ચલાવનાર વાહન ચાલકોની સેફટી તેમજ તેઓમાં જાગૃતી કેળવાય તે હેતુથી રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા અમદાવાદ ગોંડલ હાઇવે ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં હેલ્મેટ વિના બાઈક ચલાવનાર તમામને અટકાવી દંડ અથવા હેલ્મેટ ખરીદવા વિકલ્પ અપાયા હતા જેમાં મોટાભાગના વાહન ચાલકોએ હેલ્મેટ ખરીદ્યુ હતું.