હાલ કોરોના એ ગુજરાતમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે હોસ્પિટલ દર્દીઓ થી ઉભરાઇ રહી છે તેવે સમયે જ રાજકોટ માં મોડી રાત્રે આનંદ બંગલા ચોક નજીક આવેલ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં ભયાનક આગ લાગતા છ દર્દીઓ ના ભયાનક મોત થયા છે. આ ખાનગી હોસ્પિટલમાં કુલ 33 કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. આગ લાગતાજ દર્દીઓ ની મરમચીસો સાથે ભારે ભાગદોડ ના દ્રશ્યો સર્જાયા હતા. બનાવ ની ગંભીરતા જોઈ CM રૂપાણી એ તપાસ ના આદેશ આપ્યા છે.
બચાવી લેવાયેલા અન્ય દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે ફાયર બ્રિગેડ સહિત પોલીસ કમિશનર અને મેયર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયરબ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું કે, મધરાતે 12.20 વાગ્યે ફાયરબ્રિગેડને આગ લાગવાનો પહેલો કોલ આવ્યો હતો. કોવિડ હોસ્પિટલમાં આગ લાગતા પાંચ દર્દીઓ ના અત્યન્ત કરૂણ અને કમકમાટીભર્યા મોત થતા ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે મૃતકો માં
1 રામસિંહભાઈ,2 નિતિનભાઇ બાદાણી 3 રશિકલાલ અગ્રવાત
4 કેશુભાઈ અકબરી 5 સંજયભાઈ રાઠોડ અને 6 કિશોરભાઈ નામના દર્દીઓ નો સમાવેશ થાય છે. વિગતો મુજબ હોસ્પિટલના બીજા માળે મશીનરીમાં શોટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત કરાઈ રહ્યું છે.
આગ લાવી ત્યારે ICU વોર્ડમાં 11 દર્દીઓ હતા જે પૈકી 5 દર્દીને બચાવી લેવામાં આવ્યા જ્યારે 6 દર્દીના મૃત્યુ થયા હતા.
નોંધનીય છે કે સપ્ટેમ્બર મહિનાથી જ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ ને મંજૂરી આપવામાં આવી હતી.આ ઘટનાને પગલે ભારે ચકચાર મચી ગઇ છે.
ઘટનાના પગલે CM રૂપાણીએ તપાસના આદેશ આપ્યા છે.