રાજકોટમાં કોરોના થી ટપોટપ મોત થઈ રહ્યા છે અને બહાર આવેલા મીડિયા રીપોર્ટ્સ માં જણાવાયું છે કે રાજકોટમાં ૪ સ્મશાનગૃહોમાં કોરોના પ્રોટોકોલ સાથે ૩૦ અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હોવાનું સ્થળ મુલાકાત દરમ્યાન જાણવા મળ્યું છે તો બીજી તરફ સિવિલમાં માત્ર ૧૭ મૃત્યુ થયાનું સરકારી યાદીમાં જણાવાયું છે આમ ક્યાંક ને ક્યાંક આંકડા છુપાવવા નો ખેલ શરૂ થયો હોવાનું સપાટી ઉપર આવ્યું છે,રાજકોટમાં કોરોના દર્દીઓ વધી રહયા છે અને રાજકોટમાં મૃત્યુના આંકડા છુપાવવા તંત્ર હવાતિયાં મારી રહ્યું છે. રાજકોટમાં રામનાથપરા સ્મશાનગૃહમાં ૧૪, બાપૂ નગરમાં ૧૦, મોટા મવામાં ૪ અને મવડી સ્મશાનગૃહમાં ર મૃતદેહોના કોરોના પ્રોટોકોલ સાથે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા છે છતાં રાજકોટમાં તંત્રએ સ્મશાનગૃહોને પણ માહિતી જાહેર કરી નથી ત્યારે રાજકોટ ની જનતા એ વધું સાવચેત થવાનો આ સમય છે. અત્યારે શહેરમાં ૬૯૯ દર્દીઓ સારવાર હેઠળ છે જે પૈકી ૨૩૬ ઓક્સિજન ઉપર છે અને ૧ર દર્દી વેન્ટિલેટર ઉપર હોવાની માહિતી છે.
રાજકોટ માં લોકો ના કોરોના ના નામે મોત થતા હોવાછતાં શામાટે માહિતી છુપાવવા માં આવી રહી છે તે તપાસ નો મુદ્દો છે.
