રાજકોટના ગોંડલના ગુંદાળા ગામે રિદ્ધિ સિદ્ધિ નામના ગોડાઉનમાંથી 800 થી વધુ પેટી ભરેલું ટેલર પકડાયા બાદ રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ દ્રારા આ ઘટનાને ગંભીરતાથી લઈ એલસીબીના 4 અને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના 8 પોલીસ કોન્સટેબલની જિલ્લા બહાર બદલી કરી દેતા પોલીસ વિભાગમાં ફફડાટ જોવા મળ્યો હતો.
વિગતો મુજબ હજુ કોન્સટેબલ બાદ ઉચ્ચ અધિકારીઓ પર પણ કાર્યવાહી થવાની શક્યતાઓ જોવાઈ રહી છે.
—જે 12 કર્મચારીઓની સામુહિક બદલી થઈ છે તેઓના નામો આ મુજબ છે.
• અજીતસિંહ ગંભીરસિંહ ગોંડલ તાલુકામાંથી સુરેન્દ્રનગર જિલ્લામાં બદલી
• ગિરિરાજસિંહ જાડેજા ગોંડલ તાલુકામાંથી જામનગર જિલ્લામાં બદલી
• રાજેશભાઈ તાવીયા ગોંડલ તાલુકામાંથી દેવભૂમિ દ્વારકામાં જિલ્લામાં બદલી
• રવિભાઈ ચાવડા ગોંડલ તાલુકામાંથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બદલી
• શક્તિસિંહ જાડેજા ગોંડલ તાલુકામાંથી જામનગર જિલ્લામાં બદલી
• વિરેન્દ્રસિંહ જાડેજા ગોંડલ તાલુકામાંથી જામનગર બદલી
• અમરદીપસિંહ જાડેજા ગોંડલ તાલુકામાંથી સુરેન્દ્રનગર બદલી
• વિશ્વજીતસિંહ જાડેજા ગોંડલ તાલુકામાંથી સુરેન્દ્રનગર બદલી
• વાસુદેવસિંહ જાડેજા LCB બ્રાન્ચમાંથી દેવભૂમિ દ્વારકા બદલી
• નરેન્દ્રસિંહ રાણા LCB બ્રાન્ચમાંથી સુરેન્દ્રનગર જિલ્લામાં બદલી
• જયંતિ મજેઠીયા LCB બ્રાન્ચમાંથી જામનગર જિલ્લામાં બદલી
• અમુભાઈ વિરડા LCB બ્રાન્ચમાંથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બદલી થઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ ગ્રામ્યના ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં SMC દ્રારા એક જ મહિનામાં બે મોટા દરોડા કરવામાં આવ્યા છે. ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં SMC દ્રારા 4 જેટલા દરોડા કરવામાં આવ્યા હતા.
જેમાં 7 ફેબ્રુઆરી કમઢિયા ગામે દેશી દારૂની ભઠ્ઠી પકડાઈ,23 જૂન બિલીયાળામાં વિદેશી દારૂનો જથ્થો પકડાયો,14 જુલાઇ ગુંદાળા ગામમાં વિદેશી દારૂનો જથ્થો મળ્યો હતો
અગાઉ બીલિયાળામાંથી પકડાયેલા દારૂના જથ્થાના પગલે રાજકોટ જિલ્લા પોલીસ વડા દ્રારા કાર્યવાહી કરવામાં આવી હતી.