રાજકોટમાં રેલવે સુરક્ષા માટે શ્રેષ્ઠ કામગીરી બદલ 13 કર્મચારીઓને એવોર્ડ આપવામાં આવ્યો છે,રેલવેમાં પોતાની ફરજ દરમિયાન મોટી દુર્ઘટના થતી અટકાવી દઈ પ્રશંસનીય કામગીરી કરનાર કર્મચારીઓને એવોર્ડ આપી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આવા 13 કર્મચારીઓનું ડિવિઝનલ રેલવે મેનેજર (ડીઆરએમ) અનિલકુમાર જૈને સન્માન કરી તેઓની કામગીરી બિરદાવી હતી.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાએ મીડિયાને જણાવ્યું હતું કે, આ કર્મચારીઓને જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ 2023 માં રેલવે સુરક્ષા માટે શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ આપવામાં આવ્યો છે.
આ કર્મચારીઓની સતર્કતાને લઈ અનેક સંભવિત અકસ્માતો ટળ્યા છે.
આ રેલવે કર્મચારીઓએ તકેદારી અને સતર્કતાથી કામ કરીને સંભવિત રેલ અકસ્માતને રોકવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. જેમાં રેલ ફ્રેક્ચર નોંધવું, કોઇલ સ્પ્રિંગ ખખડાયેલું જોવું, વેગનમાં કોઇલ સ્પ્રિંગ ગુમ થયેલ જોવી, વ્હીલના તૂટેલા સ્પ્રિંગ અંગેની નોંધ લેવી, માલગાડીના બેટરી બોક્સમાં ધુમાડો નિકળતા જોવું, લટકતા ભાગોની નોંધ લેવી જેવી ઘટનાઓ સામેલ છે. તેમની સતર્કતાને કારણે અનેક સંભવિત અકસ્માતો ટળી ગયા હતા. આ પ્રસંગે રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ સેફ્ટી ઓફિસર એન.આર.મીણા, સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.
–એવોર્ડ મેળવનાર કર્મચારીઓમાં નીચે મુજબના કર્મચારીઓનો સમાવેશ થાય છે
(૧) પરશુરામ કે સૈની (ટ્રેન મેનેજર-રાજકોટ)
(૨) પ્રમોદ પ્રસાદ (સ્ટેશન મેનેજર- હડમતિયા)
(૩) આસિફ એન (ટ્રેન મેનેજર- મોરબી)
(૪) જયરાજસિંહ એન. જાડેજા. (કેરેઝ એન્ડ વેગન ફિટર-રાજકોટ)
(૫) શિવ રામ તંવર (કીમેન-બજરંગપુરા)
(૬) ઉત્તમ મંડલ (સ્ટેશન મેનેજર-વાંકાનેર)
(૭) ધવલ જોષી (ગેટમેન-રાજકોટ)
(૮) સુધાંશુકુમારવર્મા (ટ્રેન મેનેજર- હાપા)
(૯) રણમલ જે. (ટ્રેન મેનેજર-હાપા)
(૧૦) રામલાલ (સ્ટેશન મેનેજર-કેસરિયા)
(૧૧) મુકેશ કુમાર (ગેટ મેન-એલસી39)
(૧૨) માવજી બી ખોરાની (ગેટ મેન-એલસી78)
(૧૩) જ્ઞાનચંદ કુમાર (ગેટ મેન-એલસી66