રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડ્યો છે ત્યારે વેરાવળમાં પડેલા ભારે વરસાદને કારણે ઠેરઠેર પાણી ભરાયા છે.
બીજી તરફ દેવકા નદીનું પાણી વેરાવળ શહેરમાં ફરી વળતાં અનેક વિસ્તારો જળ બંબાકાર બન્યા છે.
દરમિયાન ઉપરથી વેરાવળમાં મોડી રાતે ધોધમાર વરસાદ પડતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે.
વેરાવળના ડાભોર રોડ, સલાટ ચોકડી, શિવજીનગર, આઝાદ સોસાયટી, બજરંગ સોસાયટીમાં પાણી ભરાયા હતા પરિણામે આ વિસ્તારમાં રહેતા લોકો આખી રાત જાગ્યા હતા.
ભારે વરસાદના કારણે વેરાવળ શહેરના અનેક રસ્તાઓ પર પાણી ભરાયા હતા. સુભાષ રોડ અને તપેશ્વર રોડ પર અનેક દુકાનોમાં પાણી ઘૂસ્યા હતા.
વેરાવળની બજારોમાં પાણી પાણી જોવા મળ્યું હતું.