રાજ્યમાં વરસાદી માહોલ યથાવત છે અને આજેપણ વરસાદ પડવાની આગાહી વચ્ચે ઠેરઠેર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર તેમજ રેલ વ્યવહારને અસર થઈ છે.
સૌરાષ્ટ્રનાં જૂનાગઢ, ગિરસોમનાથ અને દ્વારકા સહિતના જિલ્લામાં પડેલા ભારે વરસાદને પગલે રાજકોટ ડિવિઝનમાં ટ્રેન વ્યવહાર ખોરવાયો છે અને રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જવાને કારણે આજની કુલ 6 ટ્રેનો રદ્દ અને 1 ટ્રેન રિ-સિડ્યુલ કરવામાં આવી હોવાનું રેલવે સૂત્રોએ જણાવ્યું છે.
રેલવે દ્વારા લોકોને પોતાની મુસાફરી નવા ટાઇમટેબલ પ્રમાણે પ્લાન કરવાની સલાહ આપી હતી.
રદ કરાયેલી ટ્રેનો
1) ટ્રેન નંબર 19571 રાજકોટ-પોરબંદર એક્સપ્રેસ 21.07.2023 ના રોજ રદ રહેશે.
2) ટ્રેન નંબર 09511 પાલિતાણા-ભાવનગર 21.07.2023 ના રોજ શરૂ થતી સ્પેશિયલ રદ રહેશે.
3) ટ્રેન નંબર 09512 ભાવનગર-પાલિતાણા 21.07.2023 ના રોજ શરૂ થતી સ્પેશિયલ રદ રહેશે.
4) ટ્રેન નંબર 19209 ભાવનગર – ઓખા એક્સપ્રેસ 21.07.2023 ના રોજ રદ રહેશે.
5) ટ્રેન નંબર 19251 વેરાવળ-ઓખા એક્સપ્રેસ 21.07.2023 ના રોજ રદ રહેશે.
6) ટ્રેન નંબર 19572 પોરબંદર-રાજકોટ એક્સપ્રેસ 21.07.2023 ના રોજ રદ રહેશે.
રિ-સિડ્યુલ કરાયેલી ટ્રેનો
1) ટ્રેન નંબર 19568 ઓખા-તુતીકોરીન વિવેક એક્સપ્રેસ 21.07.2023 ના રોજ ઓખાથી તેના રેગ્યુલર સમય 00.55 કલાકને બદલે 9 કલાક અને 35 મિનિટ મોડી એટલે કે 21.07.2023 ના રોજ 10.30 કલાકે ઓખાથી ઉપડશે.