કચ્છ જિલ્લાની સરહદે આવેલા લખપત તાલુકામાં આ મહિનાની શરૂઆત સાથે જ મેઘરાજાએ ધમાલ મચાવી હતી. પડેલા ભારે વરસાદને પગલે તાલુકાના કેટલાક વિસ્તારોમાં વાદળોનો તાંડવ જોવા મળ્યો હતો. શુક્રવારે વહેલી સવારે વરસાદ શરૂ થયા બાદ બપોર બાદ મેઘરાજાએ આરામ કર્યો હતો. બપોરે 2 થી 4 દરમિયાન 22 મીમી, સાંજે 4 થી 6 દરમિયાન 39 મીમી અને સાંજે 6 થી 8 દરમિયાન 135 મીમી વરસાદ પડ્યો હતો. આ પછી પણ રાત્રી સુધી 72 મી.મી. વરસાદ નોંધાયો હતો. આમ એક જ દિવસમાં 276 મી.મી. એટલે કે 11 ઇંચ વરસાદ સાથે તાલુકામાં સિઝન દરમિયાન કુલ 438 મીમી વરસાદ નોંધાયો હતો.
લખપતમાં એક જ દિવસમાં 11 ઈંચ વરસાદ પડતાં તાલુકાના બે ડેમ ઓવરફ્લો થયા છે. તાલુકાના ગોધાતડ અને સાણંદ્રો ડેમ ઓવરફ્લો થતાં તાલુકામાં ખુશીનો માહોલ સર્જાયો હતો. તાલુકાના બંને ડેમ ઓવરફ્લો થતાં સમગ્ર વર્ષ દરમિયાન સિંચાઈ અને પીવાના પાણીની અછત નહીં રહે. એવા લોકો કહે છે. ગોધાતાડ ડેમની હાલની સ્થિતિ 23 મીટર છે. સિંચાઈ ઈજનેરે નજીકના કપુરાસી અને કોરિયાની ગામોને ચેતવણી જારી કરી અને જિલ્લા વહીવટીતંત્રને તાત્કાલિક સ્થાનિક લોકોને સ્થળાંતર કરવાનો નિર્દેશ આપ્યો.
બીજી તરફ આ ભારે વરસાદના કારણે તાલુકાના બાલાપર ગામ પાસે પુલ ધરાશાયી થતાં પુલ પરથી પસાર થતું ટ્રેલર પલટી મારી ગયું હતું. ભારે વરસાદને કારણે પુલ તૂટી પડયો હતો અને નજીકના પાંચ ગામોનો તાલુકાના મુખ્ય મથક વર્માનગર સાથે સંપર્ક તૂટી ગયો હતો. બાલાપર ગામના દાનુભા સોઢાએ જણાવ્યું હતું કે “પાંચ વર્ષ પહેલા બનેલ આ પુલની પાપડી ત્રીજી વખત તૂટી ગઈ છે. દર વર્ષે વહીવટી તંત્ર દ્વારા જાળવણી કક્ષાએ આવી જ કામગીરી કરવામાં આવે છે. જેથી અવારનવાર આ સમસ્યા સર્જાય છે. આ પુલ ઉપર નદી તૂટે છે.પાંચ ગામોનો તાલુકા મથક સાથેનો સંપર્ક તૂટી ગયો છે.